સાવરકુંડલા શહેર એક લાખ કરતાં વધુ વસ્તી ધરાવતું શહેર હોવા છતાં અહીં સીએનજી પંપની સગવડ નથી સાવરકુંડલા શહેરમા સીએનજી ઈંઘણ દ્વારા ચાલતાં અનેક વાહનો હોવા છતાં સાવરકુંડલા શહેરમા સીએનજી પંપની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. આ વાહન ધારકોએ પોતાના વાહનોમાં સીએનજી ફ્યુઅલ ભરાવવા માટે છેક અમરેલી કે સાવરકુંડલાના છેવાડાના ગામ શેલણા સુધી ધક્કો ખાવો પડે છે. જો સાવરકુંડલા શહેરમાં જ સીએનજી પંપની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તો સાવરકુંડલાનાં અનેક વાહનચાલકોને શહેરથી દૂર પચીસ ત્રીસ કિલોમીટરનો ખાલી ધક્કો ખાવો ન પડે. દેશમાં એટલી ફ્યુઅલની બચત થાય અને વિદેશી હૂંડિયામણ પણ બચે. જ્યારે દેશનું લક્ષ સીક્સ ટ્રીલિયન ઈકોનોમીનું હોય ત્યારે આવી બાબતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. આમ તંત્ર દ્વારા વહેલીમા વહેલી તકે સાવરકુંડલા શહેરમાં સીએનજી પંપની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેમ સીએનજી ગેસ ધારક વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.
સાવરકુંડલા શહેર એક લાખ કરતાં વધુ વસ્તી ધરાવતું શહેર હોવા છતાં અહીં સીએનજી પંપની સગવડ નથી. સીએનજી વાહન ધારકો ભારે પરેશાન. પોતાના વાહનમાં સીએનજી ગેસ પુરાવવા માટે પચીસથી ત્રીસ કિલોમીટરનો ફરજિયાત ધક્કો ખાવા મજબૂર

Recent Comments