તારીખ ૫/૬/૨૦૨૨ ને રવિવારના રોજ સાવરકુંડલાના અમરેલી રોડ પર આવેલ હરિબાગ ખાતે સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિની સંગઠન બાબતની મિટિંગ યોજાય હતી આ મિટિંગ માં ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત,ચંદ્રેશભાઈ રવાણી, હસુભાઈ સૂચક, શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ડોડીયા,(કનુભાઈ)મહેશભાઈ જયાણી,કિરીટભાઈ દવે, સહિતના આગેવાનોએ કાર્યકરોને કોંગ્રેસ ને કેમ મજબૂત કરવી તેવું માર્ગદર્શન આપેલ હતું. સાવરકુંડલા શહેરના લોકપ્રશ્નનોને ધારદાર વાચા આપવા માટે હવે વધુ અસરકારક રીતે તેની સમસ્યાઓને ઉજાગર કરી લોકોની લોકવેદના તંત્ર સુધી વિદ્યુતવેગે પહોંચાડવા માટે પણ ગહન ચિંતન થયું. પુનઃ એ જોમ જુસ્સો પ્રબળ બને તે માટે સંકલ્પ લેવામાં આવેલ. આ ચિંતન મિટિંગમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો હાજર રહેલ અને બધાજ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળેલ.
સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ ની કારોબારી કમિટીની મિટિંગ યોજા

Recent Comments