fbpx
વિડિયો ગેલેરી

સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ ની કારોબારી કમિટીની મિટિંગ યોજાઈ.

 તારીખ 5/6/2022 ને રવિવારના રોજ સાવરકુંડલા ના અમરેલી રોડ પર આવેલ હરિબાગ ખાતે સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિની  સંગઠન બાબત ની મિટિંગ યોજાય હતી. આવનાર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સાવરકુંડલા શહેરમાં કૉંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે કારોબારીની મીટિંગ બોલવામાં આવી હતી અને કારોબારીની રચના નવા હોદ્દેદારોને પાર્ટીની વિચારધારા અને સરકારની નિષ્ફળતા લોકો સુધી વાત પુગાડી અને ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતને આવનાર વિધાનસભા ની ચૂંટણીમાં સાવરકુંડલા શહેરમાં જે મતની ખોટ પડે છે તે આવનાર ચૂંટણીમાં ન પડે તે માટે તમામ કાર્યકર્તાને કામે લાગી જવા માટે આદેશ આપતા હસુભાઈ સુચકે કહેલ આ કારોબારી મિટિંગ માં ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત,ચંદ્રેશભાઈ રવાણી,શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ડોડીયા,(કનુભાઈ), હસુભાઈ સૂચક, મહેશભાઈ જયાણી,કિરીટભાઈ દવે, અશોકભાઇ ખુમાણ, રમેશભાઈ જયાણી, કે.કે. કાનાણી,સુભાઈ બગડા, હિતેશ જયાણી, નાસીરભાઈ ચૌહાણ, હિતેશભાઈ સરૈયા, વિપુલભાઇ જયાણી, વિજયભાઈ રાઠોડ, વિજય માળવી,ભુપતભાઇ સુડાસમાં વગેરે  સહિત ના આગેવાનોએ કાર્યકરોને કોંગ્રેસ ને કેમ મજબૂત કરવી તેવું માર્ગદર્શન આપેલ હતું અને મોટી સંખ્યા માં કોંગ્રેસ ના હોદેદારો અને કાર્યકરો હાજર રહેલ અને બધાજ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળેલ.

Follow Me:

Related Posts