સાવરકુંડલા શહેર કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ રૂસ્તમ સમાની આગેવાનીમાં શહેર કોંગ્રેસ લઘુમતી સેલના આગેવાનોએ આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની મુલાકાત લીધી હતી. વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને સંગઠનલક્ષી ચર્ચાઓ કરી હતી. તેમની આ મુલાકાત સમયે ગુજરાત પ્રદેશ લઘુમતી સેલના મહામંત્રી ઈકબાલ ગોરી અમરેલી જિલ્લા પ્રમુખ રસુલભાઈ કુરેશી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ કોંગ્રેસ સેવા દળના શહેર પ્રમુખ ઇમરાનભાઈ જાદવ લઘુમતી સેલના ઉપપ્રમુખ નજીરભાઈ રાવમા મહામંત્રી દિલાવર પરમાર સંગઠન મંત્રી અફઝલ કાદરી સહિતના કાર્યકર્તાઓએ શુભેચ્છા મુલાકાત કરી હતી.
સાવરકુંડલા શહેર કોંગ્રેસ લઘુમતી સેલના આગેવાનો ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલની શુભેચ્છા મુલાકાતે

Recent Comments