સાવરકુંડલા શહેરમા મહુવા રોડ સ્થિત ગીરધરવાવ પાસે આવેલા સરસ્વતી વિદ્યાલયમાં ગુજકોસ્ટ, અમરેલી બાલભવ અને શાળા પરિવારના સંયુક્ત ઉપક્રમે સાયન્સ, મેથ્સના અવનવા પ્રયોગોનો સેમિનાર યોજાયો. આ કાર્યક્રમ નિમિતે ગુજકોસ્ટ અમરેલી અને બાલભવન અમરેલીના ડિરેક્ટર ડો. નિલેશ પાઠક અને તેમના ધર્મપત્ની ,માંડવીયા સાહેબ હાજર રહેલ. તેમાં તેમને બાળકોમાં અંધશ્રદ્ધા દૂર થાય અને હાલ પ્રાથમિક ધોરણથી જ બાળકોમાં બાલ વૈજ્ઞાનિક મનોવૃત્તિ કેળવાય તેવા અવનવા સાયન્સના પ્રયોગો બતાવેલ અને વિધાર્થીઓ પાસે ક્રિએટિવ લર્નિંગ એકટીવીટીના માધ્યમથી એમનો ભણતર પ્રત્યે રસ -રુચિ વધે એવા પ્રયાસો હાથ ધરેલ.તેમજ સરસ્વતી વિદ્યામંદિરના ટ્રસ્ટીશ્રી ડી.કે.પટેલ અને નવનિયુક્ત પ્રિન્સિપાલ તથા શાળા પરિવાર વતી ડો. નિલેશભાઇ પાઠક અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરી ખુબજ સરસ રીતે મેથ્સ -સાયન્સના સેમિનારની ધામધૂમથી ઉજવણી કરી.
સાવરકુંડલા શહેર ખાતે સાયન્સ મેથ્સના અવનવા પ્રયોગોના સેમિનારની ભવ્ય રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Recent Comments