અમરેલી

સાવરકુંડલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

સતત બે દિવસના બફારા બાદ આજે બપોરે વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદે વરસવાનું ચાલું કર્યું.

ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જો કે સતત ભેજવાળા વાતાવરણ વચ્ચે શરદી, ઉધરસ, શ્વાસ અને તાવ જેવા દર્દીઓની સંખ્યા વધી.

એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જો કે હાલ શાકભાજીની બઝાર ભારે ગરમ છે. વધતાં શાકભાજીના ભાવો વચ્ચે હવે કઠોળ અને તેલના ભાવો પણ ઊંચકાઈ રહ્યા છે ત્યારે મધ્ય વર્ગ માટે મહિનાની છેલ્લી તારીખો કાઢવી ભારે કપરી જણાય રહી છે . લોકો ટમેટા તો માત્ર ચિત્રમાં જોઈને જ ઓડકારનો આનંદ માણી શકે એટલી હદે ભાવ વધારો થયો છે.સતત ભેજવાળા વાતાવરણમાં મચ્છરના ઉપદ્રવમાં વધારો થયેલો જોવા મળે છે.

Related Posts