પર્યાવરણીય ક્ષેત્રે હવે વિચારવાનો સમય આવી ચૂક્યો છે.. આ માવઠા એટલે કે કમોસમી વરસાદ પડવાના પ્રમાણમાં છેલ્લા ઘણા વર્ષોથી વધારો થતો જોવા મળે છે. આજરોજ પણ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર આકાશ વાદળોથી ઘેરાયેલું છે. અને શિયાળો નહીં પરંતુ ચોમાસા જેવો માહોલ સર્જાયેલો જોવા મળે છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડા પવનની લહેર વ્યાપેલી જોવા મળે છે. ખેડૂતો માટે જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગના લોકો માટે કમોસમી માવઠા હવે ચિંતાનો વિષય તો અવશ્ય ગણાય. આમ ગણીએ તો વર્તમાનપત્રોમાં પણ આજરોજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં માવઠા સાથે બરફના કરા પડ્યાના સમાચાર બ્રેકિંગ ન્યૂઝ તરીકે પ્રસિધ્ધ થઈ રહ્યા છે.
તો વળી સોશ્યલ મિડિયામાં પણ ઠેર ઠેરથી કમોસમી વરસાદના લાઈવ વિડિયો વાયરલ થતાં જોવા મળ્યાં.!! અરે દુબઈ જેવા વિસ્તારોમાં પણ અચાનક અનરાધાર વરસાદ વરસે અને દુબઈમાં રોડ રસ્તા, ગલી, શેરીઓ પાણી પાણી થઈ જાય.!!આમ બદલતાં પર્યાવરણીય માહોલમાં હવે કુદરત તરફ પાછા ફરવાનો હજુ પણ સમય છે. આ બદલતાં પર્યાવરણીય ફેરફારોને ખાળવા માટે પર્યાવરણને નુકસાન ન થાય તેવા પ્રયાસો કરવા કરવા એ જ સમયની માંગ છે. અને પ્લાસ્ટિકનો લઘુત્તમ ઉપયોગ કરવો, પરાળી બાળવાની ઘટનાઓ પર નિયંત્રણ લાવવું , પેટ્રોલ અને ડીઝલ સંચાલિત વાહનોનો લઘુતમ ઉપયોગ કરવો વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય હવે આવી ચૂક્યો છે. એમ સમજીને કે જાગ્યા ત્યાંથી સવાર..
Recent Comments