અમરેલી

સાવરકુંડલા શહેર ના મુખ્ય માર્ગો પર કોંગ્રેસ ના ૮ વચનો ની પત્રિકા નું વિતરણ કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત.. 

સાવરકુંડલા શહેર ના મુખ્ય માર્ગો પર કોંગ્રેસ ના ૮ વચનો ની પત્રિકા નું વિતરણ કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત..       આજ રોજ સાવરકુંડલા શહેરી વિસ્તારના મુખ્ય બજાર મા કોંગ્રેસ ના ૮ વચનો “ કોંગ્રેસ  નાગરિક અધિકાર પત્ર” ની પત્રિકા નું સાવરકુંડલા ના વેપારીઓ ને મળી અને તેમની સાથે સંવાદ કરીને પત્રિકાઓ આપવામાં આવી હતી   જેમાં કામ તો કોંગ્રેસે જ કર્યું હતું અને કોંગ્રેસ જ કરશે …. તેવો નાગરિકોને અહેસાસ થઇ રહ્યો છે. અને લોકો મુખે સભળાય રહેલ છે ૨૭ વર્ષ ના  શાસન ની પ્રજા ત્રાહિમામ થઇ રહી છે ત્યારે કોંગ્રેસ તેમની વિચારધારા ને લોકો સુધી પહોચાડવા આ પત્રિકાઓ નું ડોર ટુ ડોર વેચાણ કરવામાં આવી રહ્યું છે   જેમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત, કનુભાઈ ડોડીયા સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ, હસુભાઈ સૂચક, સાવરકુંડલા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ,નાસીરભાઈ ચૌહાણ, કિરીટભાઈ દવે, ભરતભાઈ માનસેતા, વિજયભાઈ રાઠોડ, ભુપતભાઈ ચુડાસમા, રાજેભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ ભરાડ, ચિરાગભાઈ વાઘ, તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા આ પત્રિકાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Related Posts