fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર પ્રગતિનાં પંથે.. સાવરકુંડલાના ઘણા રસ્તાઓ ઝળહળા થયાં. 

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અંતર્ગત ધારાસભ્ય  મહેશભાઈ કસવાલાની સૂચનાથી સાવરકુંડલાના મુખ્ય રસ્તા એવા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડથી લલ્લુભાઈ  આરોગ્ય  મંદિર  સુધી તેમજ મેલડી ચોકથી સ્મશાન રોડ સુધી નવા પોલ અને લાઈટો નાખવામાં આવી જેનું કામ આજરોજ પૂર્ણ થતા નગરપાલિકા  પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી નગરપાલિકા ઉપ પ્રમુખ  પ્રતિકભાઈ નાકરાણી કારોબારી  ચેરમેન અશોકભાઈ ચૌહાણ,ના  આગેવાની  હેઠળ  સ્ટ્રીટ લાઈટ વિભાગના  ચેરમેન દક્ષાબેન ભાવેશભાઈ કવા દ્વારા લાઈટો ચાલુ કરવામાં આવી હતી

આ તકે શહેર ભાજપ પ્રમુખ  પ્રવીણભાઈ સાવજ,જિલ્લા ભાજપ શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ વાઘેલા,રાજેશભાઈ નાગ્રેચા,લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એડમીન પ્રકાશ કટારિયા, શહેર યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, નગરપાલિકા પક્ષના નેતા કરશનભાઈ આલ ચેરમેનશ્રીઓ, નગરપાલિકા સદસ્યશ્રી, યુવા ભાજપ  હોદ્દેદારો તેમજ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને આ વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા પ્રમુખ તેમજ તેમની ટીમ અને સંગઠનનો આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts