સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજેશ નાગ્રેચા તરફથી કરવામાં આવેલ રજુઆતના અનુસંધાને સાવરકુંડલા જૈન બોર્ડિંગ થી નેસડી ચાર રસ્તા સુધીના રોડની કામગીરી ચાલુ થઈ
સાવરકુંડલા શહેર માંથી પસાર થતા સ્ટેટ હાઈવે જેમાં જૈન બોર્ડિંગ થી નેસડી ચાર રસ્તા સુધી ખુબજ મોટા ગાબડા તેમજ હોમગાર્ડ કચેરી અને અક્ષર મંદરી પુલ પાસે રોડ તૂટી ગયેલ હોઈ ત્યાં બ્લોક બેસાડી અને નેસડી રોડ ગેટ સુધી રોડ રીપેરીંગ કરવા માટે સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને કરવામાં આવેલ રજૂઆતના અંતે સાંસદશ્રી તરફથી માર્ગ અને મકાન વિભાગ, અમરેલીને જરૂરી સુચના આપવામાં આવેલ હતી તેમજ સ્ટેટ હાઇવેના એસ.ઓ શ્રી ભાર્ગવભાઈ ને સ્થળ નિરીક્ષણ પણ કરાવેલ અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા જણાવેલ હતું.
જેના અનુસંધાને આજરોજ વિભાગ તરફથી આ રોડનું કામ ચાલુ કરવામાં આ ત કે જિલ્લાના ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ શહેરમાં મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા પ્રવીણભાઈ કોટીલા તથા નગરપાલિકાના સદસ્ય શ્રી મેહુલભાઈ ત્રિવેદી તથા કિશોરભાઈ બુહા અને કલ્પેશભાઈ રાઠોડ હાજર રહેલ આવતા વાહન ચાલકોએ રાહતના શ્વાસ લીધા છે અને શહેરીજનો માં ખુશીનો માહોલ છવાય ગયો છે.
Recent Comments