સાવરકુંડલા શહેર રિદ્ધિ સિદ્ધિ ચોકથી અમરેલી રોડ સુધી રોડમાં મોટા ખાડા નેશનલ હાઇવે બાબતે રજુઆત
સાવરકુંડલા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે જેમાં અમરેલી રોડ આશ્રમ પાસેથી રિદ્ધિ સિદ્ધિ ચોક સુધી ખુબજ મોટા ગાબડા તેમજ રોડ તૂટી ગયેલ હોઈ જે રીપેરીંગ કરવા માટે સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી રાષ્ટ્રીય ધોરી માર્ગ પેટા વિભાગને પત્ર લખી તેમજ નેશનલ હાઇવેના એસ.ઓ શ્રી કાતરીયા સાહેબ ને સ્થળ નિરીક્ષણ કરાવેલ અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા જણાવેલ છે આ તકે શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ , શહેર ભાજપ મહામંત્રીશ્રી રાજેશભાઈ નાગ્રેચા ,મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા ,સાવરકુંડલા શહેર યુવા કા.સદસ્યભાજપ પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ રાઠોડ , યુવા ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી,જિલ્લા યુવા મોરચા કા.સદસ્ય ગૌતમ સાવજ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments