સાવરકુંડલા નગરીને જાણે અયોધ્યા માફક શણગારવામાં સાવરકુંડલાના નગરજનો વ્યસ્ત છે.. ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકો પણ પોતાના આંગણા અને ચોકને વિવિધ રંગો દ્વારા રંગોળી બનાવીને સુશોભિત કરવાના હોય એવો માહોલ જોવા મળે છે. આવતી કાલનો સાવરકુંડલા શહેરનો માહોલ જ કંઈક ઔર હશે..આ સંદર્ભે આજરોજ વિવિધ ચિરોડી કલરનું વેચાણ થતુ જોવા મળે છે. અહીં સાવરકુંડલા શહેરના ખોડિયાર ચોક ખાતે આવેલ મનોજભાઈ જાદવના ચામુંડા સિઝનેબલ સ્ટોર્સમાં આજરોજ સેવાકીય ધોરણે વિવિધ રંગોનું વેચાણ થઈ રહ્યું છે. તેમનો મુખ્ય આશય તો લોકો પોતાના ઘરનાં આંગણે સુંદર રંગબેરંગી રંગો સાથે રંગોળીઓ દોરી આ ઉત્સવને ઉજવે એવો છે.
સાવરકુંડલા શહેર હવે અયોધ્યાના રંગે રંગાશે.. બસ આવતીકાલની પ્રતિક્ષા.

Recent Comments