સાવરકુંડલા શહેરમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં હવે સિનિયર સિટીઝનનાં કાર્યોને અગ્રતા આપવામાં આવશે તેવું દિશાનિર્દેશન બોર્ડ પણ પોસ્ટ વિભાગ દ્વારા મુકવામાં આવેલ છે. આમ તો સિનિયર સિટીઝન્સની કુલ વસ્તી દેશમાં લગભગ એક તૃતિયાંશ તો હશે આમ પણ દેશ જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યો હોય ત્યારે તંત્રની પણ સિનિયર સિટીઝન્સ માટે થોડી લાયેબિલિટી બને છે જેને આપણે સામાજિક દાયિત્વ પણ કહી શકીએ છીએ. આજનાં સિનિયર સિટીઝન એ ભૂતકાળનું યુવા જગત જ હોય છે. દેશનાં આર્થિક વિકાસમાં પણ તેનું યોગદાન પણ નોંધનીય હોય છે. આ સંદર્ભે સિનિયર સિટીઝન સંગઠને સાવરકુંડલા શહેરમાં સિનિયર સિટીઝનનાં અધિકારો માટે એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે તે સંદર્ભે સાવરકુંડલા શહેરનાં વિવિધ જાહેર સેવા સ્થાનોમાં સિનિયર સિટીઝન માટે તેનાં કાર્યો માટે અગ્રતા મળે તે સંદર્ભે વિવિધ સંસ્થાઓ અને જાહેર સેવા સ્થાનોની મુલાકાત પણ સિનિયર સિટીઝન્સ સંગઠનના હર્ષદભાઈ જોશી અને બિપીનભાઈ પાંધી લઈ સિનિયર સિટીઝનની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ જોવા મળે છે. આમ આ સંદર્ભે સાવરકુંડલા હેડ પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર ભરતભાઈ ખુમાણે પણ સિનિયર સિટીઝન્સની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને તેનાં કાર્યોને અગ્રતા આપવા દિશા નિર્દેશ કરતાં તેની આવી સામાજિક દાયિત્વની ભાવનાને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન્સ સંગઠન નાં હર્ષદભાઈ જોશી અને બિપીનભાઈ પાંધીએ એક લેખિત આભાર માન્યો હતો અને સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસ દ્વારા સતત આવાં લોકોપયોગી કાર્યો થયાં કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.. આમ સાવરકુંડલામાં શહેરમાં આવેલ આ હેડપોસ્ટ ઓફિસમાં ભારે પ્રશંસા થઈ રહી છે જેનું સંપૂર્ણ શ્રેય સાવરકુંડલા પોસ્ટ વિભાગનાં તમામ કર્મચારીઓએ ફાળે જાય છે.
સાવરકુંડલા શહેર હેડ પોસ્ટ ઓફિસ દ્વારા સિનિયર સિટીઝનને તેનાં કાર્યો માટે અગ્રતા આપવામાં આવશે.. આ સંદર્ભ સિનિયર સિટીઝન સંગઠન વતી હર્ષદભાઈ જોશી અને બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલા હેડ પોસ્ટ ઓફિસનાં હેડ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ખુમાણનો જાહેર લેખિત આભાર માન્યો

Recent Comments