ભારતીય લોકતંત્રના 74માં ‘પ્રજાસત્તાક પર્વ”ની ઉજવણીના ભાગરૂપે આજે સાવરકુંડલા શહેર શાળા નંબર 5 ખાતે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા જીની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેશ પાનસુરીયા દ્વારા દેશની આઝાદી માટે જીવન ખપાવનાર તમામ સ્વતંત્રતા સેનાનીઓના બલીદાનને સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી.
આ પ્રસંગે શ્રી મુકુંદભાઈ દયાળા, શાળાના આચાર્યશ્રી અભિષેકભાઈ પંડ્યા, અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, સાવરકુંડલા શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, યુવા ભાજપ અગ્રણી શ્રી ગીરીશભાઈ નાંદોલીયા તથા શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.


















Recent Comments