અમરેલી

સાવરકુંડલા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની અનેરી નિશુલ્ક સેવાના પ્રત્યક્ષ દ્ર્ષ્ટાંતની અનુભૂતિ કરતાં માનવમંદિરના પૂ. ભક્તિરામ બાપુ

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા મનોરોગી બહેનોની સારસંભાળ માટે આશીર્વાદ રૂપ આશ્રયસ્થાન એટલે માનવમંદિર ગતરોજ રાત્રિના દસ આસપાસ  માનવમંદિરે રસોઈ બનાવતાં રાજસ્થાની રસોયા દિનેશભાઈની ગર્ભવતી પત્નીને  આંચકી આવતા પડી જતાં અર્ધભાન અવસ્થામાં આવી જતાં  માનવમંદિરના  પૂજ્ય ભક્તિબાપુએ ૧૦૦ ટકા  નિશુલ્ક હોસ્પીટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પ્રકાશ કટારિયાને જાણ કરતા તાત્કાલિક ધોરણે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે એમડી ફિઝીયન ડો.રત્નાકર  વાણીયા તથા ડો પ્રકાશ કટારીયા દ્રારા ઈમર્જન્સી સારવાર આપવામાં આવેલ. ત્યારબાદ ગાયનેક તબીબ ડો અઘેરા સાહેબ દ્વારા તાત્કાલિક ઇમરજન્સીમાં બાળકની સોનોગ્રાફી કરી સારવાર આપવામાં આવેલ. હાલ માતા તથા ગર્ભસ્થ બાળકની તબિયત ખુબ સારી છે. આમ આકસ્મિક સંજોગોમાં પણ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આવતાં દર્દીનારાયણની યુધ્ધના ધોરણે તબીબી સારવાર થતાં આવાં અનેક દર્દીઓને જાણે જીવનદાન મળ્યું હોય તેવો અહેસાસ થાય એ પણ સ્વાભાવિક છે.

આ બાબતનો પ્રત્યક્ષ અનુભવ માનવમંદિરના પૂ. ભક્તિરામ બાપુને થતાં તેમણે પણ આ આરોગ્ય ધામની ભારોભાર પ્રશંસા કરી અને સંસ્થા આરોગ્ય સારવાર ક્ષેત્રે સદાય અગ્રેસર રહે તેવી શુભ ભાવના પણ વ્યક્ત કરી હતી. જો કે આ આરોગ્ય મંદિરના પાયાના પથ્થર સમાન તમામ ટ્રસ્ટીગણ, તબીબી કર્મચારીઓ પેરા મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ રસોઈ વિભાગ સંભાળતા કર્મચારીઓ અને હોસ્પિટલના શુભ કાર્યોમાં પરોક્ષ કે પ્રત્યક્ષ યોગદાન આપનારા તમામશ્રીનો નોંધપાત્ર ફાળો તો છે જ સાથે સાથે પૂ. મોરારી બાપુનાં આશીર્વાદ અને અહીંથી સાજા થતાં તમામ દર્દીઓ અને તેના સગાવહાલાઓનાં અંતરની શુભકામનાઓ પણ છે. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સમગ્ર સાવરકુંડલા જ નહીં પરંતુ આસપાસ વિસ્તારો માટે દર્દીનારાયણ માટે એક સકારાત્મક અડધી રાતનો  હોંકારો જ ગણાય.  એક વખત આ આરોગ્ય મંદિરની મુલાકાત લેવા જેવી  અને પ્રત્યક્ષ પ્રમાણ નિહાળી  યથાશક્તિ સહયોગ આપવા જેવી સંસ્થા તો અચૂક ગણાય. આ આરોગ્ય મંદિર વિશે જેટલું લખીએ તેટલું ઓછું ગણાય.. અહીં તમામ પ્રકારની સેવા નાત જાત  કે અમીર ગરીબના વર્ગભેદ વગર કેવળ દર્દીને નારાયણનું સ્વરૂપ સમજી નિશુલ્ક પ્રદાન કરવામાં આવે છે.

Related Posts