” ધારોકે એક સાંજે, આપણે મળ્યા”!
પણ આખાય આયખા,નું શું?
માલપૌંઆ નહી હોય તો ચાલશે પણ પેલા ઓળા રોટલાના જાયકાનું શું??
આ વાત ટક બપોરની થોડી છે?
અંધકારને પ્રકાશ તરફ લઈ જનાર દાયકાનું?
–“પાંધીસર
ધારો કે અમોને સ્માર્ટ જી.આઈ. ડી. સી.માં ફેરવ્યા!
પણ ન્યાં આવવા,જવાનું શું?
એ બાબતે પણ સવિસ્તર મનોમંથન કરવું જરૂરી છે.
ઉપરોક્ત પંક્તિ મુજબ
પેલા બાપુએ બકરી બાંધીને ….!!! શૃંખલાત્મક ક્રિયાઓ અનુસરતાં અનુસરતાં…આખો આશ્રમ બનાવવો પડ્યો!
એવા એક લોકભાષાના ઓઠા ( દાખલા,ઉદાહરણ) માફક ,સ્માર્ટ જી.આઈ.ડી.સી.ની માત્ર જાહેરાત કર્યે કે કદાચ સ્માર્ટ જી.આઈ.ડી.સી. બનાવી નાંખ્યે કંઈ થોડું પતિ જાય છે?
ઇ તો બાપુના બકરી બાંધવાની શુભ શરૂઆત જેવું છે.
એક નવા વિકસિત સ્માર્ટ નગર વિકાસની વિનમ્ર શરૂઆત માત્ર છે. વળી આ સ્માર્ટ જી.આઈ.ડી.સી. સુધી પહોંચાડતા ચોતરફ ( માઈન્ડ વેલ,એક જ દિશાથી નહીં! ચોતરફથી!) ના ૪ માર્ગીય રસ્તા કંઇ ઓવર નાઇટ તો નહીં જ બની જાય કે બનાવી શકાય !
આ માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરને ફરતો રીંગ રોડ એ પણ ફોર ટ્રેકનું આયોજન આ બજેટથી જ કરવું પડશે. તો રાજ્ય સરકાર દ્વારા ખાંભા, ચલાલા, જેસર, હાથસણી રોડને પણ શક્ય એટલા વધુ પહોળા કરવા માટે ચક્રો ગતિમાન કરવા પડશે. ફીઝીબિલીટી, જમીન સંપાદન, જેવી અઘરી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. કારણ કે આપણે કુંડલાને શેનઝેન જેવું બનાવવું છે એટલે આપડું કુંડલા,પાંધી સર પત્રકાર ” પાણી પેલા પાળ બાંધી રહ્યું છે.
વળી આ “સ્માર્ટ” કાંઈ જેવા
તેવાનું ” સ્માર્ટ ” થોડું છે! વિશ્વગુરુ બનવા દૃઢ સંકલ્પ વૈશ્વિક નેતા સન્માનનીય શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીની પરિકલ્પનાની ” સ્માર્ટ જી.આઈ.ડી.સી” છે.
એમાં કાંઈ ઘટે? તમે જ કહો.
આ લેખથી એક વાત સમજી લેજો કે ” આપડું કુંડલા,પાંધીસર પત્રકાર” ડિજિટલ મીડિયા,સા.કુ.નું ” ઈ.ટી.”( ઇકોનોમિક ટાઇમ્સ) બનવા જઈ રહ્યું છે.
૨૦૪૭ ,આઝાદીના સો વર્ષની ઉજવણી એ કુંડલા ઉધ્યોગ,ધંધા, રોજગાર,આર્થિક ક્ષેત્રે ક્યાં અને કેવુ હશે તેની રૂપરેખા જે આપણા લોકપ્રિય ધારાસભ્ય અને પ્રખર વક્તા સન્માનનીય મહેશભાઈ કસવાળાના મનોજગતમાં આકાર લઈ રહી છે તેને સાકાર કરવાના કોઈ પણ પ્રયત્નમાં આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ મિડિયા યતકિંચીત યોગદાન આપતું જ રહેશે.
જેમકે
સા.કુ.માં ” કોર્પોરેટ કલચર” ના ટચ માટે ” ઓલ ઈન્ડિયા મેનેજમેંટ એસોસિયેશન નવી દિલ્હી”નું એક ચેપ્ટર સા.કુ. સ્થાપી સક્રિય કરવામાં આવશે.
ઉદ્યોગમાં ઉત્પાદકતા ,સ્પર્ધાત્મકતા કેળવવા એક માત્ર ઉપાય છે.ત્યારે ” ઇન્ડિયન નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલનું એક ચેપ્ટર સા.કુ. માં સ્થાપી સક્રિય કરવામાં આવશે.
કોર્પોરેટ કલચર પછી ઉત્પાદકતા…પછી? ….પછી ” તાલીમ અને વિકાસ”! ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ( કે જેનું જોડાણ આંતરાષ્ટ્રીય તાલીમ અને વિકાસની સંસ્થાઓના ફેડરેશન સાથે છે)નું એક ચેપ્ટર સ્થાપી સક્રિય કરવામાં આવશે.
અને આ બધું કરવાનો મૂળ ધ્યેય તો ” માનવ સંસાધન વિકાસ” જ છે! ને?
એટલે” નેશનલ એચ.આર. ડી. નેટવર્ક”નું એક ચેપ્ટર પણ સ્થાપી સક્રિય કરવામાં આવશે.
આ કાર્યોમાં રસ ધરાવતી વ્યક્તિઓ હર્ષદકુમાર ગોવિંદજીભાઇ જોશીનો ૯૪૦૯૪૯૦૭૫૪( વોટ્સ અપ,) અને ૭૦૧૬૭૯૬૭૯૨( વોટ્સ અપ) પર સંપર્ક કરી શકે છે.
ઉપરાંત નિઃશુલ્ક નિયમિત મેનેજમેન્ટ ક્લાસ( વર્ગો) શરું કરવા ચક્રો ગતિમાન કરાઈ ચૂક્યા છે. આપણા લાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયાને પણ આ લેખ દ્વારા વિનંતી કે રેલ સ્લાઇડિંગ જોડાણ ” સ્માર્ટ જી.આઈ. ડી.સી” ને મળે માટે પ્રયત્નો શરૂ કરી દેય. પીપાવાવ પોર્ટનું સામીપ્ય અને નિકાસ સંભાવનાનો પૂરો લાભ સા.કુ.ના ઉદ્યોગપતિઓ લેય.: આ ” સ્માર્ટ જી આઈ ડી સી” સ્થાપવા અને વિકસાવવામાં આગામી સો વર્ષના સંભવિત વિકાસને ધ્યાનમાં લેવો ઘટે. આ કોઈ “રેંકડી” ક્યાંય મૂકવાની વાત નથી!
પ્રાત સ્મરણીય રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી અને ગોંડલ નરેશ ભગવતસિંહજીની દૂરદ્રષ્ટિ કેળવવાની છે.
સાવરકુંડલાની વિકાસ રથના બે પૈડાં ( ભરતભાઈ અને મહેશભાઈ) ની બગી!
લઈ જશે જરૂર મંઝિલ લગી!

















Recent Comments