અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે મહારહતદાન કેમ્પ યોજાયો 200 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું

સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે ટીંબી ખાતે આવેલ નિઃશુલ્ક નિર્દોષાનંદજી હોસ્પિટલનાં દર્દીનારાયણનાં લાભાર્થે મહારહતદાન કેમ્પ યોજાયો હતો માનવ સેવાયજ્ઞમાં પોતાની પવિત્ર રક્તરૂપી આહુતિ પ્રદાન કરવા માટે યુવા અને સશક્ત ભાઈઓ બહેનો અને આશ્રમનાં સત્સંગીઓ દ્વારા 200 બોટલ રક્તદાન કર્યું હતું.
               સાવરકુંડલા સત્સંગ આશ્રમ ખાતે વિનામૂલ્યે ચાલતી ટીંબી હોસ્પિટલનાં દર્દીનારાયણનાં લાભાર્થે પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી તેમજ તેઓનાં સાન્નિધ્યમાં સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ મંડળ સાવરકુંડલા તથા લાયન્સ ક્લબ સાવરકુંડલાનાં મહત્ત્વપૂર્ણ સહયોગથી મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 યુવા ભાઈઓ બહેનો દ્વારા બ્લડ ડોનેટ કર્યું હતું જે તમામ રક્તદાતાઓ ભોજન પ્રસાદની વ્યવસ્થા તેમજ આશ્રમ પરિવાર અને લાયન્સ કલબ દ્વારા તમામ 200 રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ પ્રદાન કરવામાં આવી હતો આ મહારકતદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય પરમ પૂજય ભોલાનંદ સરસ્વીજી મહારાજ, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઈ નાકરાણી, માર્કટીંગ યાર્ડ ચેરમેન દીપકભાઈ માલાણી, તાલુકા વિકાસ અધિકારી જીજ્ઞેશભાઈ વાઘાણી અને લાયન્સ ક્લબના મેમ્બરો દ્વારા કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આતકે લાયન્સ ક્લબ માંથી દેવચંદભાઈ કપોપરા, કરશનભાઈ ડોબરીયા વગેરે સભ્યો, આશ્રમના ટ્રસ્ટીઓ અશોકભાઈ કથીરિયા, એમ. એમ. પરમાર વગેરે ટ્રસ્ટીઓ, સત્સંગીઓ, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ આશ્રમ સેવક અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Related Posts