fbpx
અમરેલી

સાવરકુંડલા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા વકરી ઃ પ્રજા પરેશાન

સાવરકુંડલા હાઈવે પર દરરોજ ૬૦૦ હેવી કન્ટેઇનર અને ૨૦૦થી વધારે ખાનગી અને સરકારી બસ તેમજ એક હજાર ઉપરાંત નાના વાહનો પસાર થઇ રહ્યાં છે. અહીના રિદ્ધિસિધ્ધિ મંદિરથી રજકાપીઠ સુધીના દોઢ કિમીનો રસ્તો પસાર કરવો તે માથાના દુખાવા સમાન છે.અતિ સાંકડા બની ગયેલા હાઈવે પર લારીઓ અને પાથરણા પાથરી શાકભાજી શાકભાજીનુ વેચાણ કરવામા આવી રહ્યું છે. શાકભાજી વેચનારાઓ પહેલા નાવલી નદીના પટમાં બેસતા હતા. આટલા રસ્તામાં રોજ મોટી ટ્રાફિક સમસ્યા તો છે જ પરંતુ દિવસમાં અનેક નાના મોટા અકસ્માત પણ થાય છે. ગ્રાહકો સાથે બાઈક પાર્કિંગને લઈને વેપારીઓ સાથે પણ અવારનવાર ઝઘડાઓ પણ થાય છે. પોલીસ પણ લાચાર છે. તંત્ર કે હાઈવે ઓથોરિટીએ કોઈ ગંભીરતા દાખવી નથી.આ સમસ્યાનો હાલ તુરંત ઉપાય એ છે કે સવારના સમયે અહી મોટી સંખ્યામા લોકો શાકભાજી ખરીદવા આવે છે આ સમયે ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામા આવે અથવા તો અન્યત્ર વાહનો ડાયવર્ટ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. આ ઉપરાંત ખાતરવાડીના ખાલી મેદાનમા શાકમાર્કેટ કાયમી ધોરણે ફેરવવામા આવે તો આ સમસ્યા હળવી બની શકે તેમ છે સાવરકુંડલાની મધ્યમાથી હાઇવે પસાર થાય છે. અહી દિવસ દરમિયાન ભારે વાહનો પસાર થતા હોય ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. અહીના રિધ્ધીસિધ્ધી મંદિરથી રજકાપીઠ સુધી દોઢ કિમી માર્ગ પર દરરોજ આ સમસ્યા જાેવા મળી રહી છે.શહેરની મુખ્ય નાવલી બજારમાં નદીકાંઠે ૩૦૦ ઉપરાંત શહેરના નાના વેપારીઓ વર્ષોથી પાલા કેબીન ધારકો પોતાનો જાેખમી સ્થિતિમાં વેપાર કરે છે. વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થાય છે. અને સામે પણ ૪૦૦ ઉપરાંત પાકી દુકાનો આવેલી છે.

Follow Me:

Related Posts