ગુજરાત પર અને ખાસ કરી દરિયાઈ પટ્ટી પર વસતા ગામો પર બિપારજોય વાવાઝોડા જેવી મહા મુસીબત મંડરાઈ રહી હતી એ સમયે સાવરકુંડલા pgvcl ના ફોન બંધ રહ્યા હતા લોકોને કમ્પ્લેન લખાવવા પવનના સુસવાટા અને વરસતા વરસાદમાં pgvcl કચેરી એ ધક્કા ખાવા પડ્યા હતા આવા સમયે પત્રકાર દ્વારા સ્થળ મુલાકાત કરી હતી તો જાણવા મળ્યું કે ઓપરેટર સ્થળ પર ના હતા અને બેટરી લો થય જવાથી ફોન બંધ થયેલ હતો જ્યારે આવી ગંભીર પરિસ્થતી હોય સરકારશ્રી દ્વારા તમામ તંત્ર ને એલર્ટ રહેવા જણાવેલ હતું ત્યારે આ pgvcl ને શુ સરકારશ્રી દ્વારા કોઈ સૂચના મળેલ ન હતી કે ફોન ચાર્જ ન રાખી શક્યા? આ બધું તો થયું પરંતુ pgvcl દ્વારા જાહેર કરાયેલા 2 નંબર એકજ મોબાઈલમાં ઓપરેટ કરતા જોવા મળ્યા સાવરકુંડલા ની 1 લાખ થી વધુ વસ્તી વાળા વિસ્તારમાં એક જ મોબાઈલમાં બંને સિમ રાખી મોબાઇલ ઓપરેટ કરવા એ એટલી મોટી pgvcl શુ બીજો મોબાઇલ ન રાખી શકે? આ બધું પત્રકાર દ્વારા લોકો સામે લાવવામાં આવ્યું ત્યારે ધારાસભ્ય કસવાળાને ધ્યાને આવતા તેમને pgvcl ની સાચી માહિતી જાણવા જવા માટે મોકલેલ પરંતુ જાણવા ગયેલ મહામંત્રી એ ભૂલ્યા કે આમાં શહેરના લોકો હેરાન થય રહ્યા છે એ તો પોતાના સ્વભાવ અને આદત પ્રમાણે કચેરીએ જય અને pgvcl ની કામગીરી સારી હોવાના વિડિઓ ઉતારી આવ્યા અને પોતાના વખાણ કરાવવા તેમની માનીતી સોસીયલ મીડિયા સાઈડ પર શહેરના લોકોના મેસેજ, ન્યુઝ, અને શહેરના લાખો લોકો અને પત્રકારો ખોટા છે એવા મેસેજ વાઇરલ કરાવતા લોકોએ આવા વિડિઓબાજને સોસીયલ મીડિયામાં તેમજ ફોન કરી ઉધડા લીધા હતા એમ સોહીલ શેખની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
સાવરકુંડલા pgvcl ની ફોલ્ટ કોલ સેન્ટરની બેદરકારી લોકોની સામે આવતા અમુક વિડિઓબાજ બની pgvcl ની ચાટુકારીતા કરવા નીકળ્યા



















Recent Comments