| તા. ૧૪/૧૨/૨૦૨૧ નાં રોજ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ઘણા સમયથી એક ગામ થી બીજા ગામને જોડતો ગાડા માર્ગ હતા તે ગાડા ને પાકો માર્ગ કરવા માટે ધારાસભ્ય ને મળતી ગ્રાન્ટ માંથી પાકા રોડ બનાવવા માટે સરકાર દર વર્ષે જોબ નંબર ફાળવે છે જેથી ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ગાંધીનગર ખાતે માન.શ્રી પુર્ણેશભાઈ મોદી સાહેબશ્રી ની રૂબરૂ મુલાકત કરી આ સાથે ક્રમાંક/ધાસસા/૩૬૨/તા. ૧૪/૧૨/૨૦૨૧થી પત્ર પાઠવેલ છે જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના (૧) શેણણા થી હાઈસ્કૂલ(ફિફાદ) રોડ, (૨) ખારા થી કલ્યાણપુર રોડ, (૩) બાઢડા થી મોટા ઝીંઝુડા રોડ (૪) મોલડી થી સાવરકુંડલા રોડ (૫) વંડા થી ફાસરીયા રોડ (૬) સાકારપરા થી અભરામપરા રોડ (૭) ધજડી થી આંબરડી રોડ, (૮) સનાળીયાં થી ટીબડી અને (૯) આદસંગ થી વાવડી ને માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી તરફથી ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ને ખાતરી આપવામાં આવેલ છે આ કાચા (ગાડા)માર્ગ ને પાકો (નોન પ્લાન) રોડ ના જોબ નંબર ફાળવીને મંજુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવ છે. ત્યારબાદ તેમના ટેન્ડર પ્રકિયા પૂર્ણ કરીને આ કાચા માર્ગને પાકો (નોન પ્લાન) માર્ગ નું ટુંકજ સમય માં કામ શરુ કરવામાં આવશે. આમ ધારાસભ્ય શ્રી દ્વારા પોતાના મત વિસ્તાર સાવરકુંડલા અને લીલીયા તાલુકા નાં એક ગામ થી બીજા ગામને જોડતા કુલ ૭ કાચા (ગાડા) માર્ગ ને પાકા(નોન પ્લાન) રોડ માટે ની આગળની કાર્યવાહી થવા માટે પુર્ણેશભાઈ મોદી સાહેબશ્રી ને રૂબરૂ મુલાકત કરી રજૂઆત પાઠવીને આ રોડ નાં કામો કરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. | |
Recent Comments