સાવરકુંડલા મહાત્મા ગાંધી ધર્મશાળા ખાતે પૂ.લલ્લુભાઈ શેઠ સ્મૃતિ મંદિર ખાતે શહેરની તમામ સંસ્થાઓ દ્વારા આયોજિત પૂ.મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન અને સાવરકુંડલાના શિલ્પી પૂ.લલ્લુભાઈ શેઠની પુણ્યતિથિએ યોજાયેલ પ્રાર્થના સભામાં સંજયભાઈ મહેતા અને તેના સંગીતવૃંદમાં ગોસ્વામી મંત્ર, મિત હરિયાણી અને પીટીસી કોલેજની બહેનો ચૌહાણ પૂજા, માંડવીયા કિંજલ, સાસલા પારૂલબેન, રાઠોડ ધૃવિકા, શેખ સુજાન,પરમાર ધર્મિષ્ઠા એ પ્રાર્થના ગીત, ગાંધી ભજનો રજૂ કરેલ. કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહેરની વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ આચાર્ય અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. સંજયભાઈ મહેતા પોતે લોકગીત, સુગમ સંગીત, ગઝલ, ભજન, બાળગીત, લગ્ન ગીત, જેવા અનેક ગીતના પ્રકારો પર સારી હથરોટી ધરાવતાં એક ઊંચા ગજાના સંગીતજ્ઞ પણ છે. એમના નીચે તૈયાર થનારા અનેક બાળકોએ સંગીત ક્ષેત્રે રાજ્ય કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં જોવા મળે છે…સંજયભાઈ મહેતા હાલ સાવરકુંડલાની નૂતન કેળવણી મંડળ સંચાલિત જે. વી મોદી હાઈસ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
સાવ૨કુંડલા શહેરમાં પૂ.મહાત્મા ગાંધીજી અને પૂ.લલ્લુભાઈ શેઠને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.


















Recent Comments