સાસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી મજુર થયેલ વેરાવળ–બાદ્રા એકસપ્રેસ ટ્રેન તા. ૨૦ ઓકટોબરથી સચાલીત થશે
સાસદ શ્રી નારણભાઈ કાછડીયા, નાયબ મુખ્ય દડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા વડીયા દેવળી રેલ્વે સ્ટેશન ખાતેથી ટ્રેનને લીલીઝડી આપશેજીલ્લાના પદાધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા વડીયા, કુકાવાવ, લુણીધાર, ચિતલ, ખીજડીયા અને લાઠી રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનનુ સ્વાગત કરવામા આવશેઅમરેલીના લોકપ્રિય અને ૧૦૮ નુ બિરૂદ ધરાવતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળસ્વરૂપે મજુર થયેલ સાપ્તાહિક વેરાવળ—બાદ્રા એકસપ્રેસ ટ્રેન આગામી તા. ૨૦ ઓકટોબર ૨૦૨૩ ને શુક્રવારના રોજથી સચાલીત થનાર છે ત્યારે તા. ૨૦ ના રોજ સાસદ શ્રી નારણભાઈ કાછડીયા, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા દ્વારા સાજે ૦૫:૦૦ કલાકે નવી ટ્રેનનુ સ્વાગત કરી ટ્રેનને લીલીઝડી આપશે તેમજ સાસદ સહિતના પદાધિકારીઓ વડીયા ખાતેથી ટ્રેનમા બેસી લાઠી સુધીની મુસાફરીનો લાભ પણ મેળવશે.
જીલ્લા અને તાલુકાના પદાધિકારીઓ દ્વારા વડીયા, કુકાવાવ, લુણીધાર, ચિતલ, ખીજડીયા અને લાઠી એમ તમામ સ્ટેશનો પર ટ્રેનનુ સ્વાગત થનાર છે ત્યારે નવરાત્રીના પાવન દિવસોમા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા અમરેલીને મળેલી આ બહુમુલ્ય ભેટને ભાવપૂર્વક આવકારવા તથા ટ્રેનના પારંપરીક સ્વાગત અર્થે રેલ્વે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહેવા સાસદશ્રીએ સૌને આમત્રણ સહ અપિલ કરેલ છે.
Recent Comments