દામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નો આભાર વ્યક્ત કરવા પધારેલ અમરેલી જિલ્લા પંચાયત ના તલાટી ખુશ્બુબેન રમજાનભાઈ ચુડાસમા એ પુસ્તકાલય ની મહત્તા દર્શાવી હતી સ્પર્ધાત્મક પુસ્તકો ની વિશાળ સુખલા સમૃદ્ધ વાંચન સામગ્રી નો મહત્તમ ઉપીયોગ કરી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના સમૃદ્ધ વાંચન ઉપીયોગીતા ની સરાહના કરી હતી ખુશ્બુબેન હાલ અમરેલી જિલ્લા પંચાયત માં તલાટી મંત્રી તરીકે કેરિયા નાગસ પંચાયત માં ફરજ બજાવે છે દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નો વાંચક તરીકે મહત્તમ ઉપીયોગ કરી સફળતા મેળવી તેથી પુસ્તકાલય પ્રત્યે આભાર પ્રગટ કરતા ખુશ્બુબેન રમજાનભાઈ ચુડાસમા નું સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું દામનગર નું ગૌરવ વધારતા ખુશ્બુબેન રમજાનભાઈ ચુડાસમા ને ખૂબ પ્રગતિ કરો આગળ વધો ની શુભેચ્છા પાઠવતા સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત સમગ્ર ટ્રસ્ટી એવમ કર્મચારી ગણેશભાઈ નારોલા સહિત વાંચક વર્ગ સર્વ એ શુભેચ્છા પાઠવી હતી
સાહિત્ય જગત ની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નો આભાર વ્યક્ત કરવા પધારેલ અમરેલી જિલ્લા પંચાયત ના તલાટી ખુશ્બુબેન રમજાનભાઈ ચુડાસમા

Recent Comments