સિંગતેલના ડબ્બાનો ભાવ ૨, ૬૨૫થી ઘટીને ૨,૫૮૫ થયોનવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવમાં ઘટાડો
દિવાળી બાદ ગૃહિણીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. આ મહિનામાં તમારું ખાદ્ય તેલનું બજેટ થોડું ઘટી શકે છે. કારણ કે, સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિવાળી બાદ તરત જ સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે ૪૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા વિશે વેપારીઓનું કહેવું છે કે, નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવમાં ઘટાડો થયો છે. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવમાં વધારો ઝીંકાયો હતો. જેને કારણે દિવાળીના તહેવાર પર અસર પડી હતી, અને લોકોનું બજેટ બગડ્યુ હતું.
પરંતું દિવાળી બાદ રાહતના સમાચાર આવ્યા છે. દિવાળી બાદ તરત જ સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે ૪૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ખૂલતા બજારે સિંગતેલના ભાવમાં ઘટાડો ગૃહિણીઓને ખુશ કરી દેશે. સિંગતેલનો ડબ્બો ૨૬૨૫ થી ઘટીને ૨૫૮૫ સુધી પહોંચ્યો છે. જાેકે, વેપારીઓનું કહેવું છે કે, સીંગતેલના ભાવમાં હજુ ઘટાડો થવાનો અંદાજ છે. દિવાળી પહેલા ભાવ ૨૭૦૦ આસપાસ હતો. છેલ્લા ૧૦ દિવસમાં સિંગતેલનો ડબ્બો ૯૦ રૂપિયા જેટલો ઘટ્યો છે. તેથી આશા છે કે ઠંડીમાં તેલના ભાવ અંકુશમાં રહે.
Recent Comments