સિંગતેલના ભાવોમાં રુ. 30 ફરી વધારો, 2770 પહોંચ્યો ડબ્બનો ભાવ

સિંગતેલના ભાવોમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે સિંગતેલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. રુ. 30 સિંગતેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 2 મહિનામાં ભારે વધઘટ જોવા મળી રહી છે. 25 દિવસમાં 100 રુ ઘટ્યા હતા ત્યારે આજે ફરી 3 દિવમાં 30 રુ વધ્યા છે. જેથી સિંગતેલના ભાવો અત્યારે 2770 થયા છે. સિંગતેલ સૌથી વધુ ઉપયોગ ઘરે ઉપયોગ થતું હોય છે. તેમાં ભાવ વધતા ફરીથી ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે. કપાસિયા તેલમાં 100 રુ. ઘટાડો થયો છે. કપાસિયા તેલાના ભાવો 2650 રુપિયા પહોંચ્યા છે. સિંગતેલમાં અને કપાસિયા તેલમાં વધઘટ જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ સિંગતેલ જે સૌથી વધુ ખવાય છે તેના ભાવમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં સિંગતેલના ભાવો પાંચ રાજ્યોના રીઝલ્ટ બાદ અને યુદ્ધની સ્થિતિ બાદ સતત વધ્યા છે
આ ઉપરાંત સૌથી વધુ પામ તેલ છેલ્લા ત્રણ વર્ષની અંદર 68 ટકા મોઘું થયું છે જ્યારે સૌથી વધુ ખવાતા સિંગતેલના ભાવ 2019માં કિલોના 130 રુ. હતા અગાઉ ભાવ 176 થઈ ગયા હતા. હજુ પણ સતત ભાવમાં વધઘટ થયા છે. ખાદ્ય તેલની કિંમતો સામે નફો 90 ટકા સુઘી પહોંચી ગયો છે.
પેટ્રોલ ડીઝલ સીએનજી જીવન જરૂરી ઘરવખરી તમામ ચીજવસ્તુઓ માં એક પછી એક ભાવ વધારો સતત ઝીંકાતો રહ્યો છે આ ભાવ વધારાના કારણે લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે.
Recent Comments