સિંગર દિવ્યા ચૌધરીએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા, ૩ લોકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાત ઉડાવતો વધુ એક વીડિયો સામે આવ્યા છે. કાંકરેજ તાલુકામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરીનો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. આ મામલે થરા પોલીસે દિવ્યા ચૌધરી સહિત ૩ લોકો સામે ફરિયાદ નોંધી છે.
કાંકરેજ તાલુકાના થરામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ કરાયો હતો અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, દિવ્યા ચૌધરી લગ્ન પ્રસંગમાં માસ્ક વગર અને લોકોની ભીડ એકત્રિત કરી સરેઆમ કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું.
દિવ્યા ચૌધરીએ પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જાે કે, સામાન્ય નાગરિક માસ્ક વગર પકડાય છે ત્યારે તેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યા છે પરંતુ જ્યારે આવા લોકો પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
કાંકરેજ તાલુકાના થરામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. થરા પોલીસ દ્વારા સિંગર દિવ્યા સહિત ૩ લોકો સામે ફરિયાદ નોંધી છે. થરા પોલીસ દ્વારા દિવ્યા ચૌધરી, વરરાજાના પિતા અને લગ્નના આયોજક શંકરભાઈ રાજાભાઈ ચૌધરી અને કેટરિંગના સંચાલક પરેશ નાગજીભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધી છે.
Recent Comments