રાષ્ટ્રીય

સિંગાપુરથી બેંગકોક જવાની તૈયારીમાં ગોટબાયા રાજપક્ષે

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ થાઈલેન્ડમાં પ્રવેશ માટે મંજૂરી માંગી છે. ગોટબાયા વર્તમાનમાં સિંગાપુરમાં છે. તે ૧૪ જુલાઈએ માલદીપના રસ્તેથી સિંગાપુર પહોંચ્યા હતા. સાત દાયકામાં શ્રીલંકામાં સૌથી ખરાબ આર્થિક સંકટને કારણે થયેલી અભૂતપૂર્વ અશાંતિ અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કરવાને કારણે ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડી ભાગવાની ફરજ પડી હતી. સિંગાપુર પહોંચ્યા બાદ ગોટબાયાએ ઈમેલ દ્વારા સંસદ અધ્યક્ષને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ મોકલી આપ્યુ હતું.

તે શ્રીલંવાના ઈતિહાસમાં એવા પ્રથમ રાષ્ટ્રપતિ છે, જેણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યા વગર રાજીનામુ આપી દીધુ. થાઈ વિદેશ મંત્રાલય સાથે જાેડાયેલા સૂત્રોએ કહ્યું કે રાજપક્ષે ગુરૂવારે સિંગાપુર છોડી થાઈલેન્ડની રાજધાની બેંગકોક પહોંચે તેવી આશા છે. શ્રીલંકાના વિદેશ મંત્રાલયે ગોટબાયાના બેંગકોક જવાને લઈને સવાલોનો જવાબ આપ્યો નહીં. થાઈ વિદેશ મંત્રાલયના પ્રવક્તા તની સંગરતે કહ્યું કે રાજપક્ષેની પાસે એક રાજદ્વારી પાસપોર્ટ છે, જે તેને ૯૦ દિવસ માટે દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી આપે છે. તેમણે જણાવ્યું નહીં કે રાજપક્ષે ક્યારે યાત્રા કરવા ઈચ્છે છે.

સંગરતે કહ્યું કે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિનો થાઈલેન્ડમાં પ્રવેશ અસ્થાયી પ્રવાસ માટે છે. તેમણે કહ્યું કે શ્રીલંકાઈ પક્ષને અમે માહિતી આપી કે પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને થાઈલેન્ડમાં રાજનીતિક શરણનો કોઈ ઈરાદો નથી અને બાદમાં બીજા દેશની યાત્રા કરશે. શ્રીલંકા છોડ્યા બાદ રાજપક્ષે ક્યારેય જાહેરમાં જાેવા મળ્યા નથી, ન તેમણે કોઈ નિવેદન આપ્યું છે. સિંગાપુરની સરકારે આ મહિને કહ્યું હતું કે તેમના દેશમાં ગોટબાયા રાજપક્ષેને કોઈ વિશેષાધિકાર કે છૂટ આપવામાં આવી નથી. ૭૩ વર્ષીય ગોટબાયાએ રાષ્ટ્રપતિ બન્યા પહેલા સેનામાં લાંબા સમય સુધી અધિકારી તરીકે કામ કર્યું હતું.

તે શ્રીલંકાના રક્ષામંત્રીના રૂપમાં કામ કરી ચુક્યા છે. આ દરમિયાન તેમણે લિટ્ટેનો સામનો કરવા માટે શ્રીલંકાની સેનાને છૂટ આપી હતી. ત્યારબાદ ૨૦૦૯મા શ્રીલંકાની સેનાએ લિટ્ટેના પ્રમુખ પ્રભાકરનને મારી દેશમાં આતંકવાદનો સફાયો કર્યો હતો. આ દરમિયાન શ્રીલંકાની સેના પર વ્યાપક રીતે માનવાધિકારોનું હનન અને યુદ્ધ અપરાધના ગંભીર આરોપ લાગ્યા હતા. પરંતુ રાજપક્ષેએ હંમેશા આ આરોપોનું ખંડન કર્યું છે.

Related Posts