fbpx
ભાવનગર

સિંહ સ્થળાંતરના મુદ્દે સરકારનું સ્ટેન્ડ આવકાયૅ :તખુભાઈ સાંડસુર

ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગરના ભાગરૂપે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના માધ્યમથી સિંહોને સૌરાષ્ટ્ર- ગુજરાતની બહાર મધ્યપ્રદેશમાં ખસેડી શકાય કે કેમ તે શક્યતાઓ તપાસવા પર ભારત સરકારે સ્પષ્ટ રીતે ઇનકાર કરી અને ગુજરાતમાં જ સિંહોને જાળવવાની વ્યક્ત કરેલી પ્રતિબધ્ધતાને ભાવનગર જિલ્લા સિંહદિવસના સંયોજક અને પર્યાવરણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુરે આવકારી અને ઉમેર્યું કે ગુજરાતમાં સિંહ રાજ્યની ઓળખ અને અસ્મિતા સાથે જોડાયેલો છે. તેનાથી ગુજરાત આ ક્ષેત્રમાં પ્રવાસન ઉદ્યોગમાં એકાધિકાર ભોગવે છે.

આર્થિક રીતે પગભર થવા માટે પણ તે ખૂબ જરૂરી છે. તેથી આ પહેલને આવકારીએ છીએ, એટલું જ નહીં સરકારે સિંહ દિવસે એટલે કે 10 મી ઓગસ્ટના રોજ “વિઝન ડોક્યુમેન્ટ ઓફ લાયન”ને જાહેર કરવાની જાહેરાતને આપણે સૌએ એકી અવાજે વધાવી લેવી જોઈએ.તેઓએ 10 મી ઓગસ્ટના રોજ સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓને વિશાળ પાયા પર સિંહદિવસની ઉજવણી કરવા અને તેમાં સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો.

Follow Me:

Related Posts