સિક્કિમના હિમપ્રપાતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ
4 એપ્રિલના રોજ સિક્કિમ રાજ્યમાં આવેલ હિમાલયનો જે ભાગ છે ત્યાંના નથુલા પાસ વિસ્તારમાં અચાનક હિમપ્રપાત થતા અનેક લોકો એ પ્રપાત નીચે દટાઈ જવા પામ્યા હતા. અનેક પ્રવાસીઓ એ વિસ્તારમાં હતા અને અચાનક થયેલાં આ પ્રપાતને લીધે ઘણાં લોકો દબાઈ ગયા હતા જેમાંથી સાત લોકોના કરુણ મૃત્યુ થયા હતા. એમાં ત્રણ નેપાળી નાગરિકો પણ હતાં. એમની વિગતો મેળવવામાં આવી રહી છે અને તે ઉપરાંત અન્ય ચાર ભારતીય લોકોનાં સ્વજનોને એમ કુલ સાત મૃતકોને પૂજ્ય મોરારીબાપુ એ પ્રત્યેક મૃતકને રૂ ૧૧૦૦૦ લેખે કુલ રૂપિયા ૭૭૦૦૦ ની સહાયતા રાશિ પ્રેશિત કરી છે.
પૂજ્ય મોરારીબાપુ એ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમા પ્રાર્થના કરી છે. પરિજનો તરફ દિલસોજી વ્યક્ત કરી છે.
Recent Comments