સિદ્ધપુરમાં ચાવી બનાવવાની આડમાં ૧.૮૭ લાખના દાગીના લઈ બે ઈસ્મો ફરાર
સિદ્ધપુર શહેરના ઉંચી શેરી હનુમાન ગલી પાસે પરિવાર સાથે રહેતા નિવૃત્ત જીઈબી કર્મચારી ભાલચંદ્વ ચંદલાલ ઠાકર ગઈકાલે તેમના ઘરે હાજર હતા. ત્યારે તેમનાં ઘરની સામે રહેતા સુરેશભાઈના ઘરે સરદારજીઓ તાળાની ચાવી બનાવવા માટે આવ્યા હતા. ત્યારે ભાલચંદ્રભાઈ ઠાકરે પણ તેમનું જૂનું તાળુ તેમને બતાવી બંને જણાને ચાવી બનાવવા માટે કહેતાં તેઓ તેમનાં ઘરે ગયા હતા. ત્યારે આ બંને શખ્સોએ તેમને તમને તાળાની ચાવી બનાવી આપીએ, તમારી પાસે કોઈ ચાવી હોય તો આપો એમ કહેતાં ભાલચંદ્રભાઈએ તેમનાં ઘરની તિજાેરીની ચાવી ખીસ્સામાંથી કાઢીને આપી હતી. આ ચાવી તાળામાં ન લાગતાં ચાવીને હથોડીથી કુટતાં તે વળી ગઈ હતી. જે સરદારજીઓએ પાછી આપી હતી. ત્યારે કાકાએ આ ચાવી તેમની તિજાેરીના તાળામાં નાંખતા તે લાગી નહોતી. આથી આ બંને શખ્સોને કાકાએ તિજાેરીની ચાવી બગાડી નાંખવા બાબતે કહેતાં તેમણે તેમને તિજાેરીની ચાવી નવી બનાવી આપવાનું કહ્યું હતું.
તેમણે તિજાેરીની ચાવી લોકમાં નાંખીને તિજાેરી ખોલી નાંખી હતી અને ચાવીને ગરમ કરી લાવવા માટે કહેતાં કાકા ચાવી ગરમ કરવા માટે રસોડામાં ગયા હતા. કાકા ચાવી ગરમ કરીને પાછા આવ્યા ત્યારે તિજાેરીના લોકમાં અડધી ભરાયેલી અને અડધી લટકતી ચાવી શખ્સોએ તેમને બતાવી હતી. તેમજ કહ્યું હતું કે ચાવી તો તૂટી ગઈ છે, અમે તમને કાલે નવી ચાવી બનાવી આપીશું. આમ કહીને બંને જણા ઘરમાંથી નીકળી ગયા હતા. કાકાએ બંને સરદારજીઓની રાહ જાેઈ હતી, પરંતુ તેઓ આવ્યા નહોતા. આથી તેમણે સિદ્ધપુરના અન્ય એક ચાવી બનાવનારા મેમણભાઈને બોલાવીને તેમની પાસે તિજાેરીની નવી ચાવી બનાવીને તિજાેરીનું લોક ખોલાવ્યું હતું. અને તિજાેરીમાં તપાસ કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ તિજાેરીમાં મૂકેલા સોનાના દાગીના પૈકી સોનાનું અઢી તોલાનું મંગળસૂત્ર કિંમત રૂ. ૮૦ હજાર, સોનાની સવા તોલાની જૂની ચેન કિંમત રૂ. ૯ હજાર, સોનાનાં ૭ પેન્ડલ કિંમત રૂ. ૬ હજાર, નાની મોટી ૯ વિંટીઓ કિંમત રૂ. ૧૩ હજાર, જૂની નાની-મોટી બુટ્ટી કિંમત રૂ. ૨૩ હજાર, સોનાનો નાનો દોરો કિંમત રૂ. ૬ હજાર તથા રોકડ રકમ રૂ. ૫૦ હજાર મળી કુલ રૂ. ૧.૮૭ લાખની મતાની ચોરી કરી શખ્સો લઈ ગયા હોવાનું જાણવા મળતાં તેમણે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.સિદ્ધપુર શહેરના ઉપલીશેરી હનુમાન ગલી પાસે રહેતા અને નિવૃત્ત જીઈબી લાઈન ઇન્સ્પેક્ટર એવા એક વૃદ્ધના ઘરે તાળાની ચાવી બનાવવા માટે આવેલા બે અજાણ્યા સરદારજીઓએ ચોરી આચરી હતી. ચાવી ગરમ કરવાનાં બહાને વૃદ્ધને રસોડામાં મોકલી શખ્સો વૃદ્ધના ઘરની તિજાેરીમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧.૮૭ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
Recent Comments