સિદ્ધપુર સબજેલથી ભાગેલા બે આરોપી પ્રાંતિજથી ઝબ્બે
સિદ્ધપુર હાઇવે દેથળી ચાર રસ્તા પાસે ત્રણ માસ અગાઉ આંગડિયા પેઢીના કર્મચારી પાસે રૂ.૬.૮૪ લાખની લૂંટ થઈ હતી. જેમાં પોલીસે લૂંટના બંન્ને આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ત્યારે આ બને આરોપી સિદ્ધપુર સબજેલમાં સજા ભોગવી રહ્યાં હતાં જેમાં બુધવારે સબજેલમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના એએસઆઈ જગદીશભાઈ પુનાભાઈ તેમજ અ.પો.કો.જગદીશસિંહ નાનજીભાઈ ફરજ પર હતા તે દરમિયાન કાચા કામના આરોપી ઉપેન્દ્ર સિંહ ઉર્ફે પિન્ટુભાઈ કીર્તિસિંહ ચૌહાણ તેમજ દેવુસિંહ ઉર્ફે દેવરાજ બાલસિંહ ચૌહાણ બુધવારે રાત્રીના ૯ઃ૩૦ કલાકે એ.એસ.આઈ જગદીશ પુનાભાઈનું બાઇક નંબર ય્ત્ન-૨૪-ઈ-૨૨૫૩ લઈને સબજેલમાંથી ફરાર થઈ ગયા હતા જાેકે સવારે સિદ્ધપુર પીઆઇ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતા આ ઘટનાની જાણ થઈ હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને જાણ થતાં પાટણ એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટિમો બનાવી રવાના કરાઈ હતી
જાેકે ફરજ દરમિયાન આરોપીઓને ભગાડવામાં મદદ કરનાર એ.એસ.આઈ જગદીશભાઈ પુનાભાઈ રહે.સિદ્ધપુર, પો.કો. જગદીશસિંહ નાનજીભાઈ રહે.સિદ્ધપુર તેમજ ફરાર આરોપી ઉપેન્દ્ર સિંહ ઉર્ફે પિન્ટુભાઈ કીર્તિસિંહ ચૌહાણ ગામ કોટવાસણા તા.સતલાસણા જી.મહેસાણા અને દેવુસિંહ ઉર્ફે દેવરાજ બાલસિંહ ચૌહાણ રહે.કુબાડા તા.સતલાસણા જી.મહેસાણા સહિતના ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પાટણ એલસીબીએ ગણતરીના કલાકોમાં બંને આરોપીને પ્રાંતિજથી ઝડપી લીધા હતા.સિદ્ધપુર આંગડિયા પેઢી લૂંટના બે આરોપી રાત્રી દરમિયાન સિદ્ધપુર સબજેલમાંથી ફરજ પરના પોલીસ કર્મચારીનું બાઈક લઈ ફરાર થઇ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા ગઈ હતી. જાેકે, પાટણ એલસીબીએ કાચા કામના આરોપીઓને ગણતરીના કલાકોમાં સાબરકાંઠાના પ્રાંતિજથી ઝડપી લીધા હતા. જ્યારે આરોપીઓને ભગાડવામાં મદદ કરનાર બે પોલીસ કર્મચારી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
Recent Comments