બોલિવૂડ

સિદ્ધાર્થ-કિયારાની સંગીત સેરેમનીનો વિડીયો થયો લીક

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન આજકાલ હેડલાઇન્સમાં છે. કપલની ગ્રાન્ડ વેડિંગની ચારેતરફ ચર્ચાઓ ચાલી રહી છે. બંનેના ફેન્સ પણ તેમના લગ્નને લઇને ખૂબ ખુશ જાેવા મળી રહ્યા છે. આ કપલે ૭ ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના થઇ ગયા હતા. સૂર્યગઢ પેલેસમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે સિડ અને કિયારાના લગ્નની તમામ વિધિ કરવામાં આવી હતી. જાે કે આમ છતાં તેના લગ્ન સ્થળેથી આ કપલની હલ્દી સેરેમનીની એક ક્લિપ લીક થઇ ગઇ હતી.

ત્યારબાદ લગ્નમાં હાજર દરેક સ્ટાફ અને ગેસ્ટના ફોન પ્લાસ્ટિકના કવરમાં પેક થઇ ગયા હતા. આ બધાની વચ્ચે હવે કિયારા અડવાણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે. અભિનેત્રીનો આ વિડીયો તેના સંગીત સેરેમનીમાંથી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના લગ્નમાં નો-મોબાઈલ પોલિસી અપનાવી હતી. આ ઉપરાંત દરેક જગ્યાએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. જાે કે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો સતત વાયરલ થઇ રહ્યો છે. જેમાં કિયારા અડવાણી પોતાની ગર્લ ગેંગ સાથે કરીના કપૂરના સોંગ ‘બોલે ચુડિયાં’ પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. વિડીયોમાં કિયારા સિલ્વર કલરનો લહેંગો પહેરીને ડાન્સ કરતી જાેવા મળી રહી છે. અભિનેત્રી તેની સુંદરતા તેમજ કિલર ડાન્સ મૂવ્સથી સ્ટેજ પર આગ લગાવતી જાેવા મળી રહી છે.

જાે કે આ સમયે આ વાયરલ વિડીયો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ વિડીયો ખરેખર એક્ટ્રેસની મ્યુઝિક સેરેમનીનો છે, અત્યારે આ અંગે કંઇ કહેવું મુશ્કેલ છે, પરંતુ ફેન્સ ખુશ છે કે આખરે આ કપલે પોતાના પ્રાઇવેટ રિલેશનશિપને લાઇફ માટે ઓફિશિયલ કરી દીધું છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને લોકો સતત શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. નવવિવાહિત કપલના ફોટા પર સૌ કોઈ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે અને કમેન્ટ્‌સ કરીને તેમના સુખી લગ્નજીવનની પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકોની સાથે સાથે તમામ ફિલ્મ સ્ટાર્સ પણ આ કપલને તેમની નવા લગ્નજીવન માટે ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Related Posts