બોલિવૂડ

સિદ્ધાર્થ મલહોત્રા અને કિઆરા અડવાણી ડિસેમ્બરમાં કરશે લગ્ન

બોલિવૂડમાં ૨૦૨૨ના વર્ષમાં લગ્ન પ્રસંગની ચર્ચાઓ છવાયેલી રહી છે. લાંબા સમયથી રિલેશનશિપમાં રહેલા કપલ આ વર્ષે નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે. અગાઉ વિકી કૌશલ અને કેટરિના કૈફ લગ્નના બંધને બંધાયા હતા. ત્યારબાદ રણબીર અને આલિયાએ પણ નવા જીવનની શરૂઆત કરી હતી. ઈન્ડસ્ટ્રીના ચર્ચિત કપલ પૈકીના સિદ્ધાર્થ મલહોત્રા અને કિઆરા અડવાણી પણ આ વર્ષે લગ્ન કરે તેવી શક્યતા છે અને ડિસેમ્બર મહિનામાં તેમની તારીખો ફાઈનલ થઈ શકે છે. કરણ જાેહરના શો દરમિયાન સિદ્ધાર્થ મલહોત્રા અને કિઆરા અડવાણીએ પોતાના રિલેશન્સ અંગે હિન્ટ આપી હતી.પહેલી વખત જાહેરમાં કરેલા આ ખુલાસા બાદ તેમના લગ્ન અંગે અટકળો વહેતી થઈ હતી.

અગાઉ એવી ચર્ચા હતી કે, તેઓ એપ્રિલ ૨૦૨૩માં લગ્ન કરવાના છે. સોર્સીસના જણાવ્યા પ્રમાણે મેરેજના પ્લાનિંગને તેઓ વહેલું લઈ જઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં તેઓ ડેસ્ટિનેશન વેડિંગ કરે તેવી શક્યતા છે. અગાઉના બી-ટાઉન મેરેજની જેમ ડેસ્ટિનેશન વેડિંગમાં તેઓ સિલેક્ટેડ ગેસ્ટ્‌સ અને ફેમિલી મેમ્બરને ઈન્વાઈટ કરશે. ત્યારબાદ મુંબઈ ખાતે ગ્રાન્ડ રિસેપ્શન રાખવાનું આયોજન છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકેશન ફાઈનલ થઈ ગયું છે, પરંતુ આ અંગે કન્ફર્મ રિપોર્ટ હજુ આવ્યા નથી. સિદ્ધાર્થ મલહોત્રાની ફિલ્મ થેન્ક ગોડ આ વીકમાં જ રિલીઝ થઈ છે. અજય દેવગણ સાથેની આ ફિલ્મને બોક્સઓફિસ પર ખાસ રિસ્પોન્સ મળ્યો નથી, પરંતુ મોટા બેનરની અને બિગ બજેટ ફિલ્મના કારણે સિદ્ધાર્થના કરિયરને લાભ જરૂર થયો છે.

કિઆરા અડવાણી પાસે પણ ઘણી ફિલ્મો છે અને તે બહુ ઝડપથી એ-ગ્રેડ સ્ટાર્સની યાદીમાં સ્થાન જમાવી રહી છે. કરિયરના ગોલ્ડન તબક્કાને હાલ બંને એન્જાેય કરી રહ્યા છે અને આ સમયને વધારે સારો બનાવવા માટે તેઓ મેરેજ પ્લાન કરી રહ્યા છે. દિવાળીની પાર્ટી સહિત અનેક ફંક્શનમાં સિદ્ધાર્થ –કિઆરા સાથે જાેવા મળ્યા હતા અને તેના કારણે જ તેમના મેરેજની અટકળો વહેતી થઈ હતી. બંને તરફથી મેરેજ અંગે કન્ફર્મેશન અપાયું નથી, પરંતુ ડિસેમ્બર મહિનામાં મેરેજની તૈયારીઓ શરૂ થઈ હોવાના રિપોર્ટ્‌સથી બોલિવૂડમાં વધુ એક વખત ગ્રાન્ડ સેલિબ્રેશનનો માહોલ જાેવા મળશે.

Related Posts