fbpx
ગુજરાત

સિદ્ધુ મૂસેવાલાનું છેલ્લુ ગીત યુટ્યુબ પરથી હટાવાયું

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની થોડા સમય પહેલાં હત્યા કરવામાં આવી હતી. તેઓ ભારત સહિત દુનિયાભરમાં પોતાના ગીતોને લઈ જાણીતા હતા. મૂસેવાલાની હત્યા થયા બાદ શુક્રવારે ૨૩ જૂને તેમનું છેલ્લું ગીત જીરૂન્ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત રીલીઝ થયું તેના થોડા જ કલાકોમાં હીટ થઈ ગયું હતું અને યુટ્યુબ પર લાખો લોકોએ જાેયું હતું. પરંતુ હવે સિદ્ધુ મૂસેવાલાનું છેલ્લું ગીત જીરૂન્ યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. સિદ્ધુ મૂસેવાલાના આ ગીત જીરૂન્નો મતલબ સતલજ યમુના લિંક કેનાલ થાય છે અને આ કેનાલને ‘જીરૂન્ કેનાલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૧૪ કિલોમીટર લાંબી સતલજ યમુના લિંક કેનાલ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી પંજાબ અને હરિયાણા વચ્ચે વિવાદનો વિષય છે. સિદ્ધુ મૂસેવાલાએ આ જ નામથી ગીત બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે જીરૂન્ ગીતના લેખક અને સંગીતકાર સિદ્ધુ મુસેવાલા હતા. મ્યુઝિક પ્રોડ્યુસર સ્ઠઇઝ્રૈં એ શુક્રવારે ૨૩ જૂને આ ગીતને ર્રૂે્‌ેહ્વી પર રિલીઝ કર્યું. આ ગીતને વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ૨૭ લાખથી વધુ વખત જાેવામાં આવ્યું હતું અને ૩૩ લાખ લાઈક્સ મળી હતી. યુટ્યુબ પર હાલ ‘સિદ્ધુ મુસેવાલા’ ચેનલ પર રિલીઝ થયેલા આ ગીતની લિંક પર હવે વીડિયો દેખાતો નથી. તેના બદલે, એક મેસેજ લખાયેલો દેખાય છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે, “સરકાર તરફથી કાનૂની ફરિયાદને લીધે, આ સામગ્રી આ દેશના ડોમેન્સ પર ઉપલબ્ધ નથી.” મતલબ કે અન્ય દેશોમાં યુટ્યુબ યુઝર્સ સિદ્ધુ મૂસેવાલાના આ ગીતનો વીડિયો જાેઈ શકે છે.

Follow Me:

Related Posts