fbpx
ગુજરાત

સિનિયર સિટીઝન મહિલાઓને ઓટો રિક્ષામાં બેસાડી સોનાની ચેઇન અને મંગળસૂત્ર ચોરાતાં બે ઝડપાયાઆંતરરાજ્ય ગેંગનો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો

વડોદરા શહેરમાં સિનીયર સિટીઝન મહિલાઓને ઓટો રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી મહિલાઓના ગળામાં પહેરેલ સોનાની ચેઇન અને મંગળસૂત્ર ચોરી અને ઠગાઇ કરી કાઢી લેતી આંતરરાજ્ય ગેંગનો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે . ક્રાઇમ બ્રાન્ચે ગેંગના ૨ સાગરિતોને ઝડપી પાડતા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે. વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી સિનિયર સિટીઝન મહિલાઓને ઓટો રિક્ષામાં બેસાડ્યા બાદ રિક્ષાચાલક અને રિક્ષામાં બેસેલા અજાણ્યા ઇસમો મહિલાઓની નજર ચૂકવી મહિલાઓએ પહેરેલ સોનાની ચેઇન અને મંગળસૂત્ર જેવા દાગીના ચોરી અને ઠગાઇ કરીને પડાવી લેતા હતા

અને મહિલાઓને રસ્તામાં ગમે ત્યાં ઉતારી દેતા હતા. આ મામલે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. જે મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓની ઝ્રઝ્ર્‌ફ, ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી. આરોપીઓ સોમા તળાવ ચાર રસ્તા પાસેથી રીક્ષામાં પસાર થવાના છે તેવી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં ગોઠવાઈ ગઈ હતીપઆરોપીઓ ગુનો આચરવા માટે રિક્ષાનો નંબર કોઇ જાેઇ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફુલો રાખતા હતા.

જેથી પોલીસની ટીમ આવી રીક્ષાની તપાસ કરી હતી તેવામાં તરસાલીથી સોમા તળાવ ચાર રસ્તા તરફ આજ પ્રકારની રીક્ષા પસાર થતી હતી જેનો પીછો કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રીક્ષાને રોકી હતી. રીક્ષામાં એક ચાલક અને એક મુસાફર બેઠાં હતા જેની ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂછતાછ કરતાં બંને રીઢા ગુનેગાર હોવાની માહિતી સામે આવી છે. પોલીસે રીક્ષામાથી આંતરરાજય ગેંગના રમેશ ઉર્ફે ભોટી શંકરભાઇ નાયક અને રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર દેવીપૂજકને ઝડપી પાડ્યા.

પોલીસે બંને આરોપીઓ પાસેથી ૬૮ હજારની કિંમતની સોનાની ૨ ચેઇન પણ જપ્ત કરીપબંને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી સામે આવી. જેમાં સવા બે મહિનાથી ગેંગ સક્રિય હોવાની માહિતી મળી હતી. ગેંગમાં મહેમદાબાદમાં રહેતા (૧) ઇમરાનીયા ઉર્ફે મેમ્બર (૨) ગીતાબેન દંતાણી (૩) અજય દેવીપૂજક (૪) ભીમાભાઇ વાઘેલા (૫) સુર્યાબેન મીઠાપરા (૬) લાલુ દેવીપૂજક પણ સામેલ હતા. ગેંગ રિક્ષામાં સોનાના દાગીના પડાવ્યા બાદ મોપેડ પર આવતા સાગરીતોને આપી દેતા હતા. જેથી તેઓ પકડાઈ ન જાય.

વડોદરા શહેરમાં ૧૨ જેટલી મહિલાઓના ગળામાંની પહેરેલ સોનાની ચેઇન અને મંગળસૂત્રની ચોરી અને ઠગાઇ કરી મેળવી હોવાનું બહાર આવ્યું છે. વડોદરા ઉપરાંત અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં આ પ્રકારના ગુનાઓ આચર્યા હતા. ગેંગના સાગરીતો ચોરી કરતાં પહેલાં મહેમદાવાદ ખાતે રહેતા વિનુ ભુવા પાસે દાણા જાેવડાવતા હતા અને પછી ચોરી કરવા નિકળતા હતા. હંમેશા સિનિયર સિટીઝન મહિલાઓને જ ટાર્ગેટ બનાવતા હતા. આરોપીઓ છેલ્લા ૩ વર્ષથી દિલ્હીમાં ઇલેક્ટ્રીક રિક્ષા ચલાવતા હતા અને ત્યાં પણ આ પ્રકારના ગુનાઓ કરતા હતા અને ત્યાં પણ તિહાડ જેલમાં જઇ આવ્યા છે. આરોપીઓ પકડાઈ ન જાય તે માટે અલગ-અલગ કલરના હુડની રિક્ષાઓ રાખતા હતા અને જરૂર પડે તો હુડ પણ બદલાવી નાખતા હતા. ચોરી વખતે એક મોપેડ ચાલક રિક્ષાની આગળ રહેતો હતો

અને કોઇ મુવમેન્ટ જણાત તો ટીમના માણસો એલર્ટ કરી દેતો હતો.આંતરરાજય ગેંગના સાગરીતો સામે કેટલા ગુના નોંધાયા તેની વાત કરીએ તો…રમેશ નાયક સામે ગુજરાત અને દિલ્હીમાં ૯ ગુના નોંધાયા છે. રાજેશ પરમાર સામે ગુજરાત અને દિલ્હીમાં ૨૨ ગુના નોંધાયેલા છે. ઇમરાનમીયા મલેક સામે ૩ ગુના નોંધાયેલા છે. ગીતા દંતાણી સામે ૨, અજય દેવીપૂજક સામે ૨, ભીમા વાઘેલા સામે ૪ અને લાલુ દેવીપૂજક સામે એક ગુનો નોંધાયેલો છે. વડોદરા પોલીસે હાલમાં રીક્ષામાં સવાર બે આરોપીઓને પકડીને તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે, સાથે જ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ઠેર ઠેર દરોડાની કાર્યવાહી શરુ કરી છે.

Follow Me:

Related Posts