fbpx
અમરેલી

સિનિયર સિટીઝન  માટે આરોગ્યલક્ષી અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વના નિર્ણયને આવકારતું સાવરકુંડલા સિનિયર સિટીઝન સંગઠન

ગુજરાત સરકારના રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ જેવી કે તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જીલ્લા હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ખાતે સિનિયર સિટીઝન એટલે કે ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે એવું જાણવા મળ્યું છે . ખૈર દેર આયે દુરસ્ત આયે. નિર્ણય પ્રશંસનીય છે. આમ અંતે સરકારશ્રીની વયોવૃદ્ધો માટે સંવેદનાઓ જાગૃત થઈ આ બદલ સાવરકુંડલા સિનિયર સિટીઝન સંગઠન વતી હર્ષદભાઈ જોશી, બિપીનભાઈ પાંધીએ આ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. જો કે સાવરકુંડલાનું આ સંગઠન તો સ્થાનિક બેંકો, સરકારી હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ વિભાગ વગેરે વિવિધ જાહેર સંસ્થામાં અસરકારક રજૂઆત કરતાં આવ્યાં છે અને આ સંદર્ભે બેંકો, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ ખાતે સિનિયર સિટીઝન માટે અલાયદી સુવિધાઓ અંગે અધિકારીઓ તરફથી યોગ્ય પ્રતિસાદ પણ મળેલ છે. આમ સામાજિક દાયિત્વ એ પણ દેશમાં એક અગત્યનું પાસું છે.

Follow Me:

Related Posts