સિનિયર સિટીઝન માટે કોરોના કાળ પહેલાંની કન્સેશન રાહત ફરી શરૂ કરવામાં આવે
કેન્દ્રીય બજેટમાં રેલ્વે સુવિધા માટેની જોગવાઈ આવકારદાયક પરંતુ કોરોના કાળ દરમિયાન વધેલા રેલવે યાત્રી ભાડા ઘટાડો કરવો જરૂરી ખાસ કરીને રેલવે દ્વારા લોકલ ટ્રેન ફરી શરૂ કરવી જોઈએ જેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મુસાફરી ભાડામાં રાહત મળે. આ કાળઝાળ મોંઘવારીમાં હવે મુસાફરી કરવી ગરીબ વર્ગ માટે તો ખૂબ મુશ્કેલ છે.
વળી સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત જે કોરોના કાળ પહેલાં રેલવે મુસાફરી દરમિયાન ટિકિટના દરમાં આપવામાં આવતી હતી તેને પુનઃ એક સામાજિક દાયિત્વ સમજીને ચાલુ કરવી જોઈએ. હા, રેલવે જ દેશમાં વધુ સુરક્ષિત વાહનવ્યવહારનું માધ્યમ છે. આ સંદર્ભે સરકારે સિનિયર સિટીઝન વર્ગના લોકોની વેદના પણ વંચાણે લેવી જોઇએ.
હજુ સંસદમાં બજેટની ચર્ચા થશે કદાચ આવા મુદ્દાઓ પણ ચર્ચાય અને રેલવે એ પ્રોફિટનું માધ્યમ નથી પરંતુ જાહેર સેવા છે એવો કલ્યાણકારી ભાવ પણ જરૂરી છે. વળી રેલવે એ મુસાફરી માટે આમજનતાની લાઈફ લાઈન બની ચૂકી છે. જો કે દેશનું અર્થતંત્ર મજબૂત બને એ જરૂરી છે પરંતુ સામાજિક દાયિત્વની ભાવના સાથે સરકાર દ્વારા ગરીબ મધ્યમ, સિનિયર સિટીઝન વર્ગના લોકોને પણ લક્ષમાં લેવાં જોઈએ તેવું સિનિયર સિટીઝન સંગઠનના બિપીનભાઈ પાંધીનું માનવું છે.
Recent Comments