અમરેલી

સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ એવમ સર્વરોગ કેમ્પ સંપન્ન

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડબાપુ ટ્રસ્ટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો આ કેમ્પ માં આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓને લાવવા લઈ જવા ચશ્માં દવા ટીમ અલ્પહાર રહેવા જમવા સહિત ની સુવિધા તદ્દનવિના મૂલ્યે આપવા માં આવેલ ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત આર્યુવૈદિક દવાખાના વિભાગ ના તબીબ ડો જેઠવા એ સર્વરોગ નિદાન કેમ્પ માં સેવા આપી હતી આ સેવાયજ્ઞ માં ભીંગરાડ ના ભુપતભાઇ જોગરાણા ના સૌજન્ય થી દર્દી નારાયણો ને અલ્પહાર ની સેવા આપી હતી શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો

Related Posts