fbpx
અમરેલી

સિનીયર સિટીઝન પાર્ક,અમરેલી ખાતે “ અમૃત ખેડૂત બજાર”નું આયોજન સંપન્ન

અમરેલી તા.૨૦ સપ્ટેમ્બર,૨૦૨૩ (બુધવાર)  આત્મા પ્રોજેક્ટ અમરેલી અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લાનાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે અભિયાનનાં રૂપમાં કામગીરી કરે છે. આ પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગ મળે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને અમરેલીની જનતાને ઝેરમુક્ત ખેત પેદાશો પ્રાપ્ત થાય તે હેતુથી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે તા.૧૭/૦૯/૨૦૨૩ ને રવિવારના રોજ “અમૃત ખેડૂત બજાર”નું આયોજન સિનીયર સિટીઝન પાર્ક,ચિતલ રોડ,અમરેલી ખાતે કરવામાં આવ્યું હતુ.

આ બજારમાં જુદા જુદા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશો સાથે ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત દરેક ખેડૂતોની પ્રોડક્ટનું વેચાણ થઈ ગયુ હતું. જિલ્લા કલેક્ટરશ્રી દહિયાએ ઉપસ્થિત રહીને દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપરાંત શહેરના લોકોએ પણ સ્ટોલની મુલાકાત લઈને વિવિધ પ્રાકૃતિક ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી તેમ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts