સિનીયર સીટીઝન બહેનોની રમત સ્પર્ધા સંપન્ન

આઝાદી કા અમૃત મહોત્સવ, G-ર૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ કચેરી અમરેલી દ્વારા જિલ્લા કક્ષા એ સિનીયર સીટીઝન-વરિષ્ઠ નાગરિકો (૬૦ વર્ષથી ઉપર) બહેનોની એથલેટિક્સ, યોગાસન, ચેસ, રસ્સા ખેંચ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઠી રોડ સ્થિત વિદ્યાસભા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સિનિયર સીટીઝન્સ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓનું પ્રમાણપત્રક અને ચંદ્રક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનું ઉદ્ઘાટન વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી, વ્યાયમ મંડળના પ્રમુખશ્રી પી.ડી. મિયાણી, મહિલા પોલીસ કર્મયોગી શ્રી ગૌરીબેન પટોળીયા અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પૂનમ ફૂમકિયાએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments