સિરપકાંડના બે આરોપીઓને વડોદરા પોલીસે ઝડપી લીધાપોલીસે અગાઉ નીતિન કોટવાણીની નકલી સેનિટાઇઝર કેસમાં ધરપકડ કરી હતી
એક તરફ નશાકારક સિરપ પીવાથી ૬ લોકોનાં મોત થવા મામલે પોલીસ એક્શમન મોડમાં છે.બીજી તરફ સિરપકાંડના બે આરોપીઓને વડોદરા પોલીસે ઝડપી લીધા છે. આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીની વડોદરા ઁઝ્રમ્એ ધરપકડ કરી છે. આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી વડોદરાના રહેવાસી છે. નડિયાદ પોલીસે સિરપકાંડ મામલે ગુનો દાખલ કર્યો તે પૂર્વે જ ઇનપુટના આધારે વડોદરા ક્રાઇમ બ્રાંચ અને વડોદરા પોલીસની ટીમ નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીને ટ્રેસ કરી રહી હતી. જાે કે નીતિન કોટવાણીએ ગોરવામાં જે મકાનમાં રહેતો હતો, તે મકાન વેચી દીધુ હતુ. જેના કારણે તેનો શોધવો મુશ્કેલ બન્યો હતો.જાે કે તેના સગા સંબંધીની પુછપરછ અને સર્વેલન્સના આધારે તેનું લોકેશન લુણાવાડા લોકેટ થયુ હતુ અને બાદમાં મહારાષ્ટ્ર લોકેટ થયુ હતુ.
ક્રાઇમ બ્રાંચ અને પીસીબીની ભીંસ વધતા નીતિન વડોદરા તરફ આવ્યો હતો.જાે કે નીતિનનો પીછો કરતી ક્રાઇમ બ્રાંચ અને પીસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો. અન્ય આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. હાલ આ બંને આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં ૨૦૨૧માં પણ ક્રાઇમ બ્રાંચે અને પીસીબીએ નીતિન કોટવાણીની નકલી સેનિટાઇઝર કેસમાં ધરપકડ કરી હતી.દારુની નકલી ફેટકરી કેસમાં પણ અગાઉ તેની ધરપકડ થયેલી છે. જે પછી તેણે રાજકોટમાં પણ તેણે આ વેપલો શરુ કર્યો હતો. નડિયાદમાં જે સિરપકાંડ થયો છે,
તેનો જથ્થો નીતિન કોટવાણીએ જ પહોંચાડ્યો હોવાનું સામે આવ્યુ છે. જાે કે આ સિરપ ક્યાં બનાવવામાં આવી હતી અને કયા કયાં વિતરણ કરાયુ છે. આ કાંડમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે, તે અંગે આરોપીની પોલીસે પુછપરછ શરુ કરી છે.
Recent Comments