બોલિવૂડ

સિરીયલના એપિસોડમાં આદિવાસી સમાજ વિશે આપત્તિજનક ટિપ્પણી બદલ જેઠાલાલે માફી માંગી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘર ઘરમાં ફેમસ થયેલા જેઠાલાલ ઉર્ફે દિલીપ જાેશીએ શોમાં એક ટિપ્પણી બદલ આદિવાસી સમાજની માફી માંગી છે. સીરિયલના એક એપિસોડમાં આદિવાસી સમાજ વિશે આપત્તિજનક ટિપ્પણી કરાઈ હતી. આદિવાસી સમાજને અપમાનિત કરતી ટિપ્પણી જેઠાલાલ દ્વારા કરવામાં આવી હતી હતી. જેને લઈને આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્‌યો હતો.

તેમજ આદિવાસી સમાજે જેઠાલાલ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ બાદ જેઠાલાલ ઉર્ફે દિલીપ જાેશીએ માફી માંગતો વીડિયો જાહેર કર્યો છે. જેઠાલાલ દિલીપ જાેશીએ આદિવાસી સમાજની માફી માંગી છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, તારક મહેતા કા ઉલટા ચશ્માના એક શોમાં ગણપતિ ઉત્સવમાં એવુ નાટક બતાવાયુ હતું, તેમાં મારા એક ડાયલોગને કારણે આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી. અમારા દિલમાં કોઈ પણ વિશે, કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ કે આદિવાસી સમાજ માટે કોઈ જ વાત નથી કે અમે કોઈની મજાક ઉડાવીએ. છતા તમને લાગે છે કે અમારા કારણે તમારી લાગણી દુભાઈ છે, તો હું દિલથી તમારી માફી માંગુ છું. ફરીથી અમારા દ્વારા આવી કોઈ ભૂલ નહિ થાય. તમે પણ મોટું દિલ રાખીને અમને માફ કરજાે.

Related Posts