fbpx
રાષ્ટ્રીય

સિલ્કી અને શાઇની વાળ કરવા માટે ઘરે બનાવો Coffee Hair Mask

વાળને મજબૂત, શાઇની અને મુલાયમ બનાવવા માટે વાળની દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે. જો તમે વાળની માવજત સરખી રીતે કરતા નથી તો તમારા વાળ ડેમેજ થઇ જાય છે. જો કે વાળની કેર કરવા માટે છોકરીઓ અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ આ પ્રોડક્ટ્સમાં અનેક પ્રકારના કેમિકલ  હોવાથી એ તમારા વાળને લાંબા ગાળે નુકસાન કરે છે. પરંતુ આજે અમે તમને એવા માસ્ક વિશે જણાવીશું જે તમે સરળતાથી ઘરે બનાવી શકશો. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો કોફી હેર માસ્ક…

કોફી અને નારિયેળ તેલ હેર માસ્ક

તમારા વાળને પોષિત કરવા માટે અને વાળ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે કોફી અને નારિયેળ તેલ સૌથી બેસ્ટ છે. કોફી અને નારિયેળ તેલમાંથી તમે આ રીતે હેર માસ્ક બનાવો છો તો તમારા ડેમેજ વાળ મસ્ત થઇ જાય છે અને સાથે સિલ્કી પણ થાય છે.

આ માસ્ક બનાવવા માટે એક પેન લો અને એમાં 2 કપ નારિયેળ તેલને હળવું ગરમ કરો. ત્યારબાદ આમાં ¼ કપ કોફી બીન્સ એડ કરો. હવે આને ધીમાં ગેસે થવા દો અને ઢાંકી દો. ત્યારબાદ 10 મિનિટ રહીને ગેસ બંધ કરી દો. તો તૈયાર છે નારિયેળ અને કોફી હેર માસ્ક. આ માસ્ક હવે થોડુ ઠંડુ થાય એટલે સ્કૈલ્પ પર લગાવી દો અને પછી 15 મિનિટ માટે વાળમાં લગાવેલું રાખો. ત્યારબાદ 5 મિનિટ સુધી વાળમાં મસાજ કરો અને પછી હેર વોશ કરી લો. આ હેર વોશ નોર્મલ શેમ્પુથી કરવાના છે. ધ્યાન રહે કે કન્ડિશનર કરવાનું નથી. આમ, જો તમે આ માસ્ક અઠવાડિયામાં 3 વાર વાળમાં લગાવશો તો તમારા વાળ સિલ્કી અને શાઇની થશે.  

Follow Me:

Related Posts