સિવિલ હોસ્પિટલના દર્દીઓને નિદાનની વિગત હવે તેમના મોબાઈલ પર મળશે
દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ડિજિટલ ક્ષેત્રે વધુ એક કદમ આગળ વધવાની અનોખી પહેલ કરવામાં આવી છે.અત્યાર સુધી આધુનિક મશીનરી દ્વારા જ દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી પરંતુ હવેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧લી એપ્રિલથી ર્ંઁડ્ઢ ની સારવાર લીધા બાદ દર્દીના ચેકઅપ માટે ખાસ જીસ્જીની સુવિધા ઊભી કરવામાં આવી છે.
દર્દીઓને હવે જીસ્જી ના માધ્યમથી માહિતગાર કરાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧લી એપ્રિલથી દર્દીઓના હિતાર્થે નવતર પહેલ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત હોસ્પિટલમાં ર્ંઁડ્ઢની સેવા લીધા બાદ નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓને એક વખત ડોક્ટરની મુલાકાત લીધા બાદ ફરી વખત તપાસ માટે આવવા માટે તેઓને જીસ્જી કરીને જાણ કરવામાં આવશે. વધુમાં દર્દીઓએ ફરી વખત હોસ્પિટલમાં આવતી વેળાએ આગળની સારવારના કાગળ ઓપીડી વિભાગમાં સવારે ૮ઃ૩૦ કલાકે બતાવવાના રહેશે.જેનાથી દર્દીઓને લાઈનમાં ઊભા રહેવું નહિ પડે અને ડોક્ટરની રાહ પણ જાેવી નહિ પડે.
સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જાેશી એ જણાવ્યું છે કે દર્દીઓને સત્વરે અને સરળતાથી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બને તે માટે દર્દીઓના સુખાકારીમાં વધારો કરતી આ પહેલ હાથ ધરવામાં આવી છે. સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમને અપનાવ્યો છે.
Recent Comments