અમરેલી

સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે EMT દિવસ ની ઉજવણી કરવામાં આવી

GVK EMRI દ્વારા 02 એપ્રીલ ના રોજ સમગ્ર દેશમાં EMT દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી નો હેતુ 108 ના કર્મચારીઓ ને પ્રોત્સાહિત કરવાનો છે જેમાં કર્મચારીઓ ને એવોર્ડ સર્ટીફીકેટ આપી કામગીરી ને બિરદાવવા આવે છે આજ રોજ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે EMT દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ તકે સિવિલ હોસ્પિટલ અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વાળા સાહેબ તથા રેસીડન્ટ આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સતાણી સાહેબ તથા ઈમરજન્સી સેવા 108, સેવાનો સ્ટાફ  તેમજ અમરેલી 108 સેવાના  જિલ્લા અધિકારી શ્રી યોગેશ જાની અને અબ્બાસ નાયાણી  હાજર રહ્યા હતા અને  સિવિલ હોસ્પિટલ અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વાળા સાહેબ દ્વારા કેક કાપી ને સમગ્ર સ્ટાફ ને મોઢું મીઠું કરાવ્યું હતું અને કર્મચારીનું એવોર્ડ સર્ટીફીકેટ આપી સન્માન કર્યું હતું અને કર્મચારીઓ એ કરેલ કામગીરી ને બિરદાવી હતી  અને સમગ્ર કર્મચારીઓ ને  EMT દિવસ ની હાર્દિક શુભકામના પાઠવી હતી.

Related Posts