સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીઓની માનવતા મહેકાવતી દિવાળી
સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની એન.એસ.એસ. યુનિટની વિદ્યાર્થિનીઓએ જૂના કપડા-ફટાકડા અને વેફર ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થાને અર્પણ કરી ગરીબ બાળકોના મુસ્કાનનું કારણ બની છે.
દિવાળીનું વેકેશન પડે એટલે વિદ્યાર્થીઓ ક્યાં જઈશું, કઈ રીતે મોજ મજા કરીશું વગેરે બાબતો વિષે વિચારતા હોય છે. તેવા સમયે ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓને પોતાનો નહીં પણ પરનો વિચાર કરીને બીજાના ચહેરા પર કેવી રીતે હાસ્ય લાવી શકાય તેનો વિચાર કરીને પોતાના પોકેટ મનીમાંથી તથા સમાજના અન્ય લોકો પાસેથી જુનાં કપડાં, ફટાકડાં વગેરે વસ્તુઓ ઉઘરાવીને જેની પાસે નથી તેવા બાળકોને આપીને તેમની ખુશીમાં પોતાની ખુશી શોધી હતી.
સિહોર કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા અર્પણ કરાયેલ આ વસ્તુઓ નિજાનંદ પરિવાર-ભાવનગર સંસ્થા દ્વારા શિહોરના ગુંદાળા વસાહતના ગરીબ બાળકોને વિતરિત કરવામાં આવી હતી. મહિલા કોલેજની વિદ્યાર્થીઓના આવા ઉમદા કાર્યને કારણે ગરીબ બાળકોની દિવાળી સુધરી ગઇ હતી.
ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકો પાસે દિવાળી ઉજવવાનું કોઈ સાધન પણ નથી. તેવા સમયે નિજાનંદ પરિવાર દ્વારા અપાયેલી આ વસ્તુઓ હાથમાં આવવાથી તેમના ચહેરા પર જે હાસ્ય હતુું તેને શબ્દોમાં વર્ણવવુ મુશ્કેલ છે.
‘ચાલોને માણસ-માણસ રમીએ-કોઇના મુસ્કાનનું કારણ બનીએ’ નો મુદ્રાલેખ ધરાવતી આ સંસ્થા તેને વાસ્તવમાં સાર્થક કરવા કટિબદ્ધ છે. આ સંસ્થા અગાઉ પણ અનેક માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર રહી કાર્ય કરતી રહી છે.
દિવાળીના તહેવારો આવતા કોઇપણ વ્યકિત પોતાનું આયોજન-વ્યવસ્થા ઉભી કરી ખુશી મટે પ્રયત્નો કરતાં હોય છે. પરંતુ તહેવારોમાં કોઇકના મુસ્કાનનું કરણ બનીને બીજની દિવાળીને આનંદિત કરી ઉજવીએ તો? આવો સુંદર વિચાર શિહોરમાં શિક્ષણ સાથે સંસ્કાર આપતી મહિલા કોલેજ શ્રી ગોપીનાથજી મહિકા કોલેજના એન.એસ.એસ.યુનીટ અને પ્રો. અક્રમભાઇ ડરૈયા અને રીટાબેન લોદરીયાને આપ્યો અને આ વિચાર ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા કે જે ૨૦૧૫ થી નાત-જાતના ભેદભાવ વગર સેવાનું કામ કરી રહી છે તેને જણાવ્યો અને બે સંસ્થા ભેગી થઇ કોઇકના મુસ્કાનનું કારણ બની તહેવાર ઉજવવાનું નક્કી કર્યું.
ગોપીનાથજી મહિલા કોલેજના આચાર્યશ્રી યોગેશભાઇ જોષીએ આ માટેની પ્રેરણા વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી અને આ કાર્યને સાકાર કરવા માટે તેમનો પૂરેપૂરો સહયોગ મળ્યો હતો.
નિજાનંદ પરિવાર સંસ્થાના અનિલભાઇ પંડીત,કોલેજના માર્ગદર્શક ડો.પ્રો. દિલીપભાઇ જોષી, સ્થાનિક પત્રકારોશ્રી હરેશભાઇ પવાર, મુકેશભાઇ પંડિત, શિહોરના કૌન બનેગા કરોડપતિમાં મોટી રકમ જીતનાર શ્રી અમિતભાઇ જાદવનો આ કાર્યમાં સહયોગ મળ્યો હતો.
નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થાના સભ્યો ડો.રૂપલબેન વૈષ્ણવ, ડો.વિજયભાઇ કામળીયા, રાજુભાઇ સોલંકી (આચાર્યશ્રી, ભાણગઢ પ્રા.શાળા) સુનિલભાઇ બારોટ,રીટાબેન લોદરીયા-યોગેશભાઇ જોષી-તથા મીડીયા ગ્રુપના કેશુભાઇ સોલંકી,ભાવેશભાઇ ભટ્ટ પણ માનવ સેવાના કાર્યમાં જોડાયાં હતા
Recent Comments