સિહોર આઈ.ટી.આઈ.ખાતે પ્રવેશસત્ર ૨૦૨૪ માટે બીજા રાઉન્ડની એડમિશન પ્રક્રિયા શરૂ

સિહોર આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશસત્ર ૨૦૨૪ અંતર્ગત બીજા રાઉન્ડની એડમિશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જેમાં સિહોર આઇ.ટી.આઇ ખાતે ચાલતા કોપા, વાયરમેન, વેલ્ડર, આરએફએમ. એચએસઆઈ. ટુ વ્હીલર, ફિટર જેવા વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૨૪ છે. સંસ્થામાં પ્રવેશ ફોર્મ વિનામૂલ્યે ભરવાની કામગીરી ચાલુ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે આઈટીઆઈ સિહોર, (દાદાની વાવ પાસે) નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. તેમ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી, સિહોરની અખબારી યાદીમાં જણાવાયું છે.
Recent Comments