સિહોર ગોપીનાથ મહિલા કોલેજ ખાતે મતદાતા યુવતી સંમેલન યોજાયું
કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સુશાસન અને સલામતીની સરકારને નવ વર્ષ પૂર્ણ થયા, તેના ઉપલક્ષમાં નવ વર્ષ દરમિયાન કરવામાં આવેલી પ્રજા લક્ષી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓને પ્રજા સમક્ષ લઈ જવાનું અભિયાન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ જીના નેતૃત્વમાં તા. ૩૦ મે થી ૩૦ જૂન સુધી વિવિધ કાર્યક્રમો થકી ઉજવાશે. આ અભિયાન મહીલા મોરચા અધ્યક્ષ ડૉ દિપીકાબેન સરડવાજીના માર્ગદર્શનમાં ભાવનગર જિલ્લા માં તા. ૨૨ જૂન ગુરુવારના રોજ ગોપીનાથ મહિલા કોલેજ સિહોર શહેર ખાતે નવી મતદાતા યુવતી સંમેલનમાં આદ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના કાર્ય કાળ દરમિયાન મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ, મહિલા ઉત્કૃષ્ટ માટે કરવામાં આવેલા કાર્યો અને મહિલા લક્ષી યોજનાઓ અંગે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યું. તથા મહિલા શકિતને શ્રી નરેન્દ્રભાઈને આશીર્વાદ રૂપી સમર્પણ આપવા આહવાહન કર્યું.
આ નવી મતદાતા યુવતી સંમેલન કાર્યક્રમમાં પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ, અમદાવાદ જિલ્લા પ્રભારી શ્રી અર્ચનાબેન ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં, પ્રદેશ મહિલા મોરચા મંત્રી, ભાવનગર જિલ્લા પ્રભારી શ્રી ભાવનાબેન ગોંડલીયાની ઉપસ્થિતિમાં, પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય રક્ષાબેન પંડ્યા, ભાવનગર જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન દવે ની અધ્યક્ષતામાં, ભાવનગર જિલ્લા મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી કુશળબેન શિયાળ, ભાવનગર જિલ્લા મહિલા મોરચા મંત્રી શ્રીમતી ફાલ્ગુનીબેન, ભાવનગર જિલ્લા મહિલા મોરચા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સિહોર શહેર મહિલા મોરચા મહામંત્રી પિન્કીબેન રતઈ તથા સંગઠનના સૌ હોદેદાર બહેનો, નગરસેવિકા બહેનો, મોરચાની ટીમ, કાર્યકર્તા બહેનો અને મોટી સંખ્યામાં નવી મતદાર યુવતીઓ ઉપસ્થિત રહી હતી.
Recent Comments