સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૦૧/૦૮/૨૦૨૪ થી તા.૧૦/૦૮/૨૦૨૪ સુધીના સમયગાળા માટે 3 ગુજરાત આર સ્કવાડ્રન એન.સી.સી ભાવનગરના કેડેટસ માટે ફાયરિંગ પ્રેક્ટિસનું આયોજન કરેલ છે. જે સંદર્ભે સિહોરના સર્વે નંબર 282 માં ફાયરિંગ બટના સ્થળની પેરીફેરીથી આજુબાજુના 100 મીટર સુધીના વિસ્તારમાં તકેદારીના પગલાં રૂપે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ સજા થશે તેમ જાહેરનામામાં ફરમાવેલ છે.
Recent Comments