સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ત્રિવિધ રીતે થઈ ‘વિશ્વ સિંહ દિવસ‘ ઉજવણી
‘વિશ્વ સિંહ દિવસ’ ના ઉપલક્ષ્યમાં ભાવનગરના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા દ્વારા ત્રિવિધ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ‘ધરતીના છોરું’ અભિયાન તળે તિરંગા સાથે સિંહ યાત્રા અને રક્ષાબંધન દ્વારા સિંહ પ્રત્યેની લાગણી દર્શાવતો ઉપક્રમ યોજવામાં આવ્યો હતો.
સિહોર તાલુકાના ‘સિંહ દિવસ’ ની ઉજવણીના સહસંયોજકશ્રી મૂકેશ પંડિતની ઉપસ્થિતિ સાથે ઈશ્વરિયા માધ્યમિક શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ ભટ્ટ તથા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હસમુખભાઈ પટેલ અને શિક્ષકગણના સંકલન સાથે ‘સિંહ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
‘ધરતીના છોરું’ અંતર્ગત સિંહ સુરક્ષા કામના હેતુ શિક્ષકો સર્વશ્રી પ્રકાશભાઈ પંચાલ તથા શ્રી કીર્તિભાઈ ચૌહાણ અને શ્રી નીતેશભાઈ જોષીના સંકલન સાથે રક્ષાબંધન પર્વ પણ ઉજવવામાં આવ્યું હતું. આમ, તિરંગા સાથે સિંહયાત્રા અને રક્ષાબંધનિ ત્રિવિધ આયોજન સાથે ‘સિંહ’ ના રક્ષણ અને સંરક્ષણની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી
Recent Comments